Amitabh Bachchan : પોતાની શાનદાર એક્ટિંગની પ્રતિભાથી કરોડો દિલો પર રાજ કરનારા મેગા સ્ટાર અમિતાભ બચ્ચન હંમેશા ચર્ચામાં રહે છે. અમિતાભ બચ્ચન 80 વર્ષની ઉંમરે પણ એક્ટિંગની દુનિયામાં કાર્યરત છે. સાથે જ આજના યંગ એકટર્સને ટક્કર આપે છે. આજે પણ અમિતાભ બચ્ચનનો જાદુ લોકો પર યથાવત છે. હાલમાં અમિતાભ બચ્ચન તેની એક જૂની ટ્વીટને લઇને મુશ્કેલીમાં મૂકાયા છે. 13 વર્ષ પહેલાની ટ્વીટ વાયારલ થવાને કારણે બિગ બીને ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની આ ટ્વીટ મહિલાઓના અંડરગાર્મેન્ટ્સને લઇને હતી.
અમિતાભ બચચ્ચન 13 વર્ષ જૂની ટ્વીટ પર એક એવી કોમેન્ટ છે કે, જો મારા દાદાજીએ આવી ટ્વટી કરી હોત તો મને ખુબ શરમ આવત. અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને અવારનવાર પોતાના દિલની વાત ફેન્સ સાથે શેર કરે છે. કોઇનાથી આ વાત અજાણી નથી. અમિતાભ બચ્ચન પોતાના મનની વાતો, જીવન સંલગ્ન અપડેટ્સ તેમજ અનેકવાર ઇન્ટરનેટ અને વોટ્સએપ પર ચાલી રહેલી ચીજો પણ પોતાનો મંતવ્ય પ્રગટ કરે છે. અમિતાભ બચ્ચનનો આવો જ એક કિસ્સો વર્ષ 2010નો છે. શું છે સમગ્ર કિસ્સો જાણો.
વર્ષ 2010માં બિગ બીએ એક ટ્વીટ કરી હતી. અંગ્રેજી ભાષામાં બ્રા સિંગ્યુલર કેમ છે અને પેન્ટીઝ પ્લુર કેમ તેવી ટ્વીટ કરી હતી. મહત્વનું છે કે, ત્યારે પણ અમિતાભ બચ્ચન આ ટ્વીટને લીધે ખુબ ટ્રોલ થયા હતા. આજે પણ આ ટ્વીટ તેજ ગતિએ સોશિયલ મીડિયા પર વારય થઇ રહી છે. આ બાબતે યૂઝર્સની પ્રતિક્રિયા સામે આવી રહી છે. તેઓ વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કોમેન્ટ બોક્સમાં કરી રહ્યા છે.
એક યૂઝર્સે પ્રતિક્રિયા આપતા લખ્યું કે, “અચ્છા સવાલ, આ પ્રશ્ન કેબીસીની આગામી સીઝનમાં પૂછજો. તો અન્ય એક યૂઝર્સે લખ્યું કે, અમિતાભ જી આ તમારો કેવો વ્યવહાર છે? આ તરફ વધુ એક યૂઝર્સે ટિપ્પણીમાં લખ્યું કે, આખરે આ એક સવાલ જ તમને સૌથી મહત્વપૂર્ણ લાગ્યો? જ્યારે બીજી તરફ એક યૂઝર્સે કહ્યું કે, તમારા જેવા ગરિમાવાળા લોકોને આ પ્રકારનું વર્તન શોભા દેતું નથી, તમારે માફી માંગવી જોઇએ. તો એક યૂઝરે કહ્યું કે, નશામાં સલમાન ખાન પણ આવી કોમેન્ટ નહીં કરે”.
અમિતાભ બચ્ચનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેઓ ટાઇગર શ્રોફ સાથે ગણપત અને પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે તેની આગામી ફિલ્મ પ્રોજેક્ટ Kમાં નજર આવશે. આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ હશે. બિગ બી છેલ્લે રણવીર કપૂર સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળ્યા હતા. હાલમાં જ અમિતાભ બચ્ચને કોન બનેગા કરોડપતિ 15નું શૂટિંગ શરૂ કરી દીધું છે.





