મુકેશ અંબાણી (Mukesh ambani) ના પુત્ર અનંત અને બિઝનેસમેન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ ( Anant and Radhika Merchant) ની સગાઇ 19 ડિસેમ્બરના રોજ સાંજે મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયામાં શાનદાર રીતે કરવામાં આવી હતી આ બાદ અનંત અંબાણીની પોતાના વજનને કારણે ખુબ ચર્ચામાં થઇ રહી છે. તેમને જાણીને નવાઇ લાગશે કે, એક સમયે અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડ્યો હતો, પરંતુ તેઓનો વજન વધી ગયો છે. અનંત અંબાણીના વજન અંગે નીતા અંબાણીએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર વર્ષ 2016માં અનંત અંબાણીએ લગભગ 108 કિલો વજન ઘટાડ્યો હતો. જેને પગલે તેની ખુબ સરાહના થઇ હતી. પરંતુ હાલ ફરી તેનો વજન વધતા લોકોના મનમાં સવાલોના વાવાઝોડું ફરી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, અનંત અંબાણીનો પહેલા 208 કિલો વજન હતો, જેમાં તેને 100 કિલો આસપાસ ઘટાડો કર્યો હતો.
નીતા અંબાણીએ વર્ષ 2018માં અનંતના હેવી વજન અંગે વાત કરતા જણાવ્યું હતું કે, તે અસ્થમા બીમારી સામે ઝઝૂમી રહ્યો છે. જેને પગલે અનંતને દવાઓ અને સ્ટેરોયડનો સહારો લેવો પડ્યો છે. જેના લીધે તેનો વજન તેજી સાથે વધી રહ્યો છે. આ સાથે નીતા અંબાણીએ જણાવ્યું હતુ કે, અનંતએ માત્ર દોઠ વર્ષમાં જ 100 કિલો વજન ઘટાડ્યો હતો.
આ પણ વાંચો: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના યોજાશે શાહી લગ્ન, લગ્ઝરી હોટલ-ગાડીઓ બુક
રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો અનંત અંબાણી પ્રતિદિન લગભગ 5થી 6 કલાક સુધી વર્કઆઉટ કરતો હતો. જેમાં તેઓ 21 કિમી સુધી વોક, યોગ આસાન, વેટની તાલીમ વગેરે પ્રવૃતિ કરતો હતો. આ સાથે અનંત અંબાણીએ સ્ટ્રીક્ટ ડાયટ પણ અનુસરતો હતો. તેઓ હાઇ પ્રોટીન અને જીરો શુગર ડાયટ પર ચાલ્યો ગયો હતો.