Anant Radhika Wedding : અનંત રાધિકાની મહેંદી સેરેમનીમાં બૉલીવુડ સ્ટાર્સ, ક્રિકેટર્સથી લઇ પોલિટિશ્યન રહ્યા હાજર, જુઓ વિડીયો

Anant Radhika Wedding : અનંત રાધિકા પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં જામનગરમાં માર્ચમાં 1200 લોકોની હાજરી સાથે ત્રણ દિવસની ભવ્ય પાર્ટી આપીને શરૂઆત કરી હતી.આ કપલ આખરે શુક્રવારે, 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે.

Written by shivani chauhan
July 11, 2024 09:30 IST
Anant Radhika Wedding : અનંત રાધિકાની મહેંદી સેરેમનીમાં બૉલીવુડ સ્ટાર્સ, ક્રિકેટર્સથી લઇ પોલિટિશ્યન રહ્યા હાજર, જુઓ વિડીયો
અનંત રાધિકાની મહેંદી સેરેમનીમાં બૉલીવુડ સ્ટાર્સ, ક્રિકેટર્સથી લઇ પોલિટિશ્યન રહ્યા હાજર, જુઓ વિડીયો

Anant Radhika Wedding : મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈ 2024 ના રોજ થવા જય રહ્યા છે. બુધવારે એન્ટીલિયા ખાતે તેમની મહેંદી સેરેમનીની ઉજવણી થઇ હતી જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ અને ક્રિકેટરો હાજર રહ્યા હતા. અભિનેતા સંજય દત્ત, રણવીર સિંહ, અનન્યા પાંડે, જાહન્વી કપૂર, શનાયા કપૂર, વીર પહરિયા, ગાયક કૈલાશ ખેર, ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની સાથે તેની પત્ની સાક્ષી ધોની, ફિલ્મ નિર્માતા એટલી અને તેની પત્ની પ્રિયા અને પોલિટિશ્યન આદિત્ય ઠાકરે તેના પિતા ઉદ્ધવ ઠાકરે સહિત અન્ય લોકો સ્થળ પર પહોંચ્યા હતા.

Anant Radhika's mehendi ceremony bollywood actress photos
અનંત રાધિકાની મહેંદી સેરેમનીમાં બૉલીવુડ સ્ટાર્સ, ક્રિકેટર્સથી લઇ પોલિટિશ્યન રહ્યા હાજર, જુઓ વિડીયો

આ પહેલા સેલિબ્રિટી મહેંદી આર્ટિસ્ટ વીણા નાગડા સ્થળ પર પહોંચ્યા હતા. ઈવેન્ટનાનીતા અંબાણી, અનિલ અંબાણી, ટીના અંબાણી અને કોકિલાબેન અંબાણીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Anant Radhika Haldi Ceremony: અનંત રાધિકા હલ્દી સેરેમની બોલિવુડ સ્ટાર્સનો જમાવડો, જુઓ Photos

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે તાજેતરમાં તેમની હલ્દી સેરેમનીની ઉજવણી કરી હતી, જેમાં સલમાન ખાન , રણવીર સિંહ , જાહ્નવી કપૂર, અનન્યા પાંડે અને સારા અલી ખાન જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. તેની હલ્દી સેરેમની માટે, રાધિકા મર્ચન્ટે અનામિકા ખન્નાનો સુંદર યલો પોશાક અને રિયલ ફૂલ વાળો દુપટ્ટો પહેર્યો હતો.

જામનગરમાં માર્ચમાં 1200 લોકોની હાજરી સાથે ત્રણ દિવસની ભવ્ય પાર્ટી આપીને લગ્ન પહેલાના ફંક્શનની શરૂઆત કરનાર આ કપલ આખરે શુક્રવારે, 12 જુલાઈના રોજ લગ્નના બંધનના બંધનમાં બંધાશે. પોપ સિંગર રીહાન્નાએ આ કાર્યક્રમમાં પરફોર્મ કર્યું હતું. આ દંપતીએ યુરોપમાં એક બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનનું પણ આયોજન કર્યું હતું જ્યાં કેટી પેરી અને બેકસ્ટ્રીટ બોયઝ જેવા સેલેબ્સે તેમના મહેમાનો માટે પરફોર્મ કર્યું હતું.

આ પણ વાંચો: Anant Radhika Wedding : સંગીત સેરેમનીમાં જસ્ટિન બીબરને આમંત્રણ, સંગીતમાં રાધિકા મર્ચન્ટનો જાંબલી લહેંગામાં અદભુત લુક!

5 જુલાઈના રોજ તેના સંગીત માટે, દંપતીએ જસ્ટિન બીબરને ઇન્વાઇટ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન બોલિવૂડના અનેક સ્ટાર્સ તેમજ અંબાણી પરિવારના સભ્યોએ પરફોર્મન્સ આપ્યું હતું.

12 જુલાઈએ તેમના લગ્ન પછી, દંપતી 13 જુલાઈએ આશીર્વાદ સમારોહ યોજશે, ત્યારબાદ 14 જુલાઈએ ભવ્ય લગ્ન રિસેપ્શન યોજાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ