બોલિવૂડ એક્ટર જેકી શ્રોફ અને અનિલ કપૂરની જોડીને ફિલ્મોમાં હિટ માનવામાં આવે છે. ઘણી ફિલ્મોમાં બંનેએ સાથે કામ કરીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. ફિલ્મો સિવાય બંને વચ્ચે રિયલ લાઈફમાં પણ બે ભાઇ જેવો પ્રેમ જોવા મળે છે. ઘણી ફિલ્મોમાં જેકીએ અનિલના મોટા ભાઈની ભૂમિકા ભજવી છે, ભલે તે તેના કરતા નાના હોય. હવે તેણે અનિલ કપૂરના વ્યક્તિત્વ વિશે વાત કરી છે.
જેકી શ્રોફે તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે, તેને ફિલ્મોમાં અનિલ કપૂરના મોટા ભાઈની ભૂમિકા ભજવવામાં કોઈ સમસ્યા નથી. તેણે એમ પણ કહ્યું કે, તેને બીજો લીડ રોલ નિભાવવામાં કોઈ સમસ્યા નથી, કારણ કે તેને સમગ્ર કારકિર્દી દરમિયાન તે કર્યું છે. જેકીએ ‘રામ લખન’, ‘ત્રિમૂર્તિ’, ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ અને ‘પરિંદા’ જેવી ફિલ્મોમાં અનિલના મોટા ભાઈની ભૂમિકા ભજવી છે.
આ પણ વાંચો: મલાઇકા અરોરા અર્જુન કપૂરની આવી તસવીર શેર કરવાને પગલે થઇ ટ્રોલ, યૂઝર્સે કહ્યું…શરમજનક
જેકી શ્રોફે Leharen.comને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમને મોટા ભાઈની ભૂમિકા ભજવવા માટે ક્યારેય ખરાબ લાગ્યું નથી. વધુમાં તેઓેએ કહ્યું કે,”હું કદાચ ડબલ બોન્ડ છું અને તે થોડો પાતળો છે. હું એક હાથી છું, હું ભારે છું, તેથી જ હું હંમેશા મોટા ભાઈ તરીકે જ આવું છું.” જ્યારે પણ તે મને મળે છે, તે ચોક્કસપણે મારા પગને સ્પર્શ કરે છે. જેથી લોકો પણ વિચારે કે હું મોટો છું. આ વિશે જેકી શ્રોફે જણાવ્યું કે, જો તે ક્યારેય મને મળે છે, તો તે ચોક્કસપણે મારા પગને સ્પર્શ કરે છે જેથી લોકો પણ વિચારે કે હું મોટો છું.





