Animal Ott Release : બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. દર્શકો આ ફિલ્મ જોઇને અલગ ઉત્સાહમાં આવી ગયા છે. સિનેમાઘરો ખચોખચ ભરેલા જોવા મળે છે. જેને પગલે ‘એનિમલ’એ પહેલા વીકેન્ડમાં જ રેકોર્ડબ્રેક કમાણી કરીને ઇતિહાસ રચ્યો છે. તેવામાં હવે એનિમલને લઇને નવું અપડેટ સામે આવ્યું છે.
એનિમલ તાજેતરમાં 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર ઓપનિંગ કરી છે.’એનિમલ’ની સાથે વિકી કૌશલની ‘સામ બહાદુર’ પણ રિલીઝ થઈ છે. ‘સામ બહાદુર’ બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કરી રહી છે.
વિકી કૌશલની ‘સેમ બહાદુર’એ તેની અગાઉની ફિલ્મો કરતાં વધુ કલેક્શન કર્યું છે. તો રણબીર કપૂરની ‘એનિમલ’એ માત્ર બે દિવસમાં વિશ્વભરમાં 236 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. રણબીર કપૂરની એક્ટિંગ અને બોબી દેઓલની એક્ટિંગ લોકોના દિલ જીતી રહી છે.
હવે એ જોવ રસપ્રદ રહેશે કે ફિલ્મ આગામી સપ્તાહમાં કેટલું કલેક્શન કરશે? એનિમલને લઇને OTT રીલિઝ સંબંધિત મોટું અપડેટ સામે આવ્યું છે.
ફિલ્મ કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે?
હકીકતમાં નેટફ્લિક્સે તેના ઇન્સ્ટાગ્રામ પર રણબીર કપૂરની બે તસવીરો પોસ્ટ કરી છે. આ સાથે કેપ્શનમાં લખ્યું કે, ‘બસ રણબીર કપૂર તમારી આંખોમાં જોવે છે, આ પોસ્ટ છે તમારું સ્વાગત છે.’ હવે ચાહકોએ આ પોસ્ટ પર તેમના અભિપ્રાય આપવાનું શરૂ કર્યું.
હાલમાં નેટફ્લિક્સ પર આ ફિલ્મની રિલીઝની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. તેમજ એવી જાહેરાત પણ નથી કરાઇ કે આ ફિલ્મ ફક્ત નેટફ્લિક્સ પર જ રિલીઝ થશે, પરંતુ ‘લિયો’ અને ‘જવાન’, જેમના સ્ટ્રીમિંગ પાર્ટનર નેટફ્લિક્સ હતા અને આ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ થઈ હતી. હવે ‘એનિમલ’નું ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર પણ નેટફ્લિક્સ છે અને નેટફ્લિક્સ ‘એનિમલ’ના સ્ટાર્સને પ્રમોટ કરી રહ્યું છે, જેને જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે ફિલ્મ અહીં સ્ટ્રીમ થશે.
એનિમલ 2024માં નેટફ્લિક્સ પર રિલીઝ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે સંદીપ રેડ્ડીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘એનિમલ’માં રણબીર કપૂર સિવાય અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બોબી દેઓલ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મની કહાની પિતા અને પુત્રના પ્રેમ પર આધારિત છે. આ એક્શન ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા હોવાની ચર્ચા છે.





