Animal Vs Sam Bahadur Box Office Collection Day 6 : બોક્સ ઓફિસ પર રણબીર કપૂરની એનિમલનો જાદુ ફિક્કો પડ્યો, સેમ બહાદુરે એનિમલને ટક્કર આપી છઠ્ઠા દિવસે કર્યું આટલું કલેક્શન

Animal Vs Sam Bahadur Box Office Collection Day 6 : રણબીર કપૂરની 'એનિમલ'ને વિકી કૌશલની 'સેમ બહાદુરે' માત આપીને બોક્સ ઓફિસ પર છઠ્ઠા દિવસે સારી કમાણી કરી હોવાના સમાચાર સામે આવ્યાં છે.

Written by mansi bhuva
December 07, 2023 12:43 IST
Animal Vs Sam Bahadur Box Office Collection Day 6 : બોક્સ ઓફિસ પર રણબીર કપૂરની એનિમલનો જાદુ ફિક્કો પડ્યો, સેમ બહાદુરે એનિમલને ટક્કર આપી છઠ્ઠા દિવસે કર્યું આટલું કલેક્શન
એનિમલ Vs સેમ બહાદુર બોક્સ ઓફિસ કલેક્શન ડે 6 રણબીર કપૂર વિકી

Animal Vs Sam Bahadur Box Office Collection Day 6 : રણબીર કપૂર (Ranbir Kapoor) ની ફિલ્મ ‘એનિમલ’ અને વિકી કૌશલ (Vicky Kaushal) ની સેમ બહાદુર એક જ દિવસે 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. ત્યારે અત્યાર સુધી એનિમલનો બોક્સ ઓફિસ પર દબદબો હતો, પરંતુ રિલીઝના છઠ્ઠા દિવસે સેમ બહાદુરે એનિમલને ટક્કર આપીને સારી કમાણી કરી હોવાના સમાચાર સામે આવ્યાં છે. જાણો એનિમલ VS સેમ બહાદુરના બોક્સ ઓફિસ કલેક્શન ડે 6ના કમાણીની આંકડા.

એનિમલએ પહેલા વીકએન્ડમાં ભારતમાં 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો

રણબીર કપૂરની ‘એનિમલ’ એ પહેલા વીકએન્ડમાં ભારતમાં 200 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો, પરંતુ બીજા સપ્તાહમાં તેના કલેક્શનમાં સતત ઘટાડો થતો રહ્યો. જો એનિમલના છઠ્ઠા દિવસના કલેક્શનની વાત કરીએ તો સેકનિલ્કના રિપોર્ટ અનુસાર રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મે માત્ર 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તેના કલેક્શનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

એનિમલ બોક્સ ઓફિસ કુલ કલેક્શન

‘એનિમલ’એ પહેલા દિવસે 63.8 કરોડ રૂપિયા, બીજા દિવસે 66.27 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 71.46 કરોડ રૂપિયા, ચોથા દિવસે 43.96 કરોડ રૂપિયા અને પાંચમાં દિવસે 37.475 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. પહેલા વીકેન્ડથી ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Ask Srk : શાહરૂખ ખાનની આ સુપરહિટ ફિલ્મ અંગે યૂઝર્સે કરી અભદ્ર ટિપ્પણી, કિંગ ખાને આપ્યો જડબાતોડ જવાબ

‘સેમ બહાદુર’ કાચબાની ગતિએ ટકી

આ સાથે મેઘના ગુલઝાર અને વિકી કૌશલની ફિલ્મ ‘સેમ બહાદુર’ બીજા સપ્તાહમાં ‘એનિમલ’ કરતા ગોકળગાયની ગતિએ રફતાર પકડી છે. સેકનિલ્કના અહેવાલ મુજબ, સેમ બહાદુરે છઠ્ઠા દિવસે 3.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જો તેના પાંચ દિવસના બિઝનેસની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે 6.25 કરોડ રૂપિયા, બીજા દિવસે 9 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 10.3 કરોડ રૂપિયા, ચોથા દિવસે 3.50 કરોડ રૂપિયા અને 3.50 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આવી સ્થિતિમાં એવું તારણ નીકળ્યું કે ‘સેમ બહાદુર’ ધીમો બિઝનેસ કરી રહી છે અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. તેવામા સેમ બહાદુર બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે?

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ