ટીવીની લોકપ્રિય અને સીરિયલ ‘અનુપમા’ની સ્ટાર રૂપાલી ગાંગુલીએ આ શોની નિર્માતાઓનો આભાર વ્યક્ત કર્યો. રૂપાલી ગાંગુલી ‘અનુપમા’માં મુખ્ય પાત્ર ભજવીને ઘરે ઘરે ફેમસ થઇ ગઇ છે. ત્યારે આ શો ટીઆરપી લિસ્ટમાં પણ ટોચ પર હોય છે. આ તકે રૂપાલી ગાગુંલીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં આપ્યું હતું. જેમાં તેણે ‘અનુપમા’માં 42 વર્ષની વયે મુખ્ય ભૂમિકા માટે શોના નિર્માતાઓનો આભાર માન્યો હતો.
અનુપમાની સફળતા વિશે વાત કરતાં રૂપાલી ગાંગુલીએ કહ્યું કે, “તેને લાગે છે કે જીવનના આ તબક્કે તેને આવી તક આપવા માટે ભગવાને તેને આશીર્વાદ આપ્યો છે. આ સાથે રૂપાલી ગાંગુલીએ કહ્યું કે, તેને માત્ર અભિનયથી જ નહીં, પરંતુ આ માધ્યમથી બહુ પ્રેમ છે. ટેલિવિઝન એ માધ્યમ છે જેણે મને બને બનાવી, મને એવી ઓળખ આપી કે જેના માટે કલાકારો ઝંખે છે. ટેલિવિઝન દરેક અભિનેતાને તેમની પ્રતિભા દર્શાવવા માટે પૂરતી તકો આપે છે”.
વધુમાં રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે, “તે 6 વર્ષના પુત્રની માતા છે. ત્યારે તેના રોક સ્ટાર પતિએ તેમના બાળકની સંભાળ રાખીને મને બહાર જઇને કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. અહીંયા દોષ એટલો જ છે કે મને મારા બાળક સાથે ઓછો સમય પસાર કરવા મળે છે. જેને પગલે હું પ્રતિદિન એક અપરાધની ભાવના સાથે કામ પર જાઉં છું. જો કે, મને હાશકારો છે કે મારા પતિ ત્યાં છે”.
આ પણ વાંચો: સની દેઓલ દિકરાના બેન્ડ બાજા બારાતની તૈયારીમાં ! આખા ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું
આ ઉપરાંત રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે, “મારા પતિ એટલા સફળ હોવા છતાં તેણે એવી માનસિકતાને તોડી પાડી છે અને તેઓએ ઘરે રહીને અમારા દીકરાની સંભાળ રાખવાનું નક્કી કર્યું. મારા પતિ મારી પ્રતિભાનું સમ્માન કરે છે અને ખરેખર તેઓ વિચારે છે કે મારે મારી પ્રતિભાનું પ્રદર્શન કરવું જોઇએ”.