બોલિવૂડ ફિલ્મમેકર અનુરાગ કશ્યપની પુત્રી અને યુટ્યુબર આલિયા કશ્યપ (Anurag Kashyap’s daughter Aaliyah Kashyap) ફરી એકવાર તેનાં અંગત જીવનને કારણે ચર્ચામાં છે. કારણ કે તેની સગાઈ થઈ ગઈ છે. તેણે બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇરે (boyfriend Shane Gregoire) સાથેના રોમેન્ટિક ફોટો પોસ્ટ કર્યા છે જેમાં તે હીરાની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
બોલિવૂના ફેમસ ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપે (Alia kashyap) ફરી પોતની અંગત લાઇફને લઇને ચર્ચામાં છે. કારણ કે આલિયાએ બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇર સાથે સગાઇ કરી લીધી હોવાની જાહેરાત કરી છે. આલિયાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇરે (boyfriend Shane Gregoire) સાથેના રોમેન્ટિક ફોટો પોસ્ટ કર્યા છે જેમાં તે હીરાની વીંટી ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
આલિયા કશ્યપે ઈન્ડોનેશિયાના બાલીથી ઈન્સ્ટાગ્રામ પર તેના વિદેશી બોયફ્રેન્ડ સાથેની સગાઈની તસવીરો પોસ્ટ કરી છે. એક ફોટોમાં તે પોતાની એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરી રહી છે, જ્યારે બીજી તસવીરમાં તે લિપ-લોક કરતી જોવા મળી રહી છે.
આ બંને ફોટો સાથે આલિયાએ લખ્યું કે, ‘આખરે આ થયું. મારો બેસ્ટ ફ્રેન્ડ, મારો પાર્ટનર, મારો સોલમેટ. તું મારા જીવનનો પ્રેમ છે મને સાચો પ્રેમ શું છે તે સમજવા બદલ આભાર. તને હા કહેવી તે અત્યાર સુધીની સૌથી સહેલી વસ્તુ છે. હું મારી બાકીની જીંદગી તારી સાથે વિતાવવા માગું છું. મારા પ્રેમ. હું તને હંમેશાં માટે પ્રેમ કરું છું. હજુ પણ વિશ્વાસ નથી થતો કે હું તને આ નામથી બોલાવી શકું.’
આ પણ વાંચો: મેં બોલિવૂડમાં મારા દમ પર વર્ચસ્વ સ્થાપ્યું છે: સારા અલી ખાન
અનુરાગ કશ્યપ અને આરતી બજાજની (અનુરાગ કશ્યપની પ્રથમ પત્ની) પુત્રી છે આલિયા કશ્યપ. આરતી બજાજ બોલિવૂડની જાણીતી ફિલ્મ એડિટર છે. આલિયા કશ્યપ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોપ્યુલર છે.