ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસનું એલાન કર્યું છે. તેણે ઈન્સ્ટાગ્રમ પર સંન્યાસની જાહેરાત કરી છે. તેણે જૂન 2011 માં વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ કિંગ્સટન ટેસ્ટ સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. તેના પછી તેણે 14 વર્ષ સુધી 123 મેચો રમી હતી. ત્યાં જ વિરાટ કોહલી પહેલાથી જ ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લઈ ચુક્યો છે. આવામાં તેના પ્રસંશકો તેના સંન્યાસના નિર્ણયથી માયુસ છે ત્યાં જ પત્ની અનુષ્કા શર્માની પણ પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તે પતિના આ નિર્ણયથી ખુશ અને ભાવુક જોવા મળી છે.
વિરાટ કોહલીના એલાન બાદ અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. અભિનેત્રીએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું,’તેઓ રેકોર્ડ અને સિદ્ધિ વિશે વાત કરશે પરંતુ, મને તે આંસૂ યાદ રહેશે જે તમે ક્યારેય દેખાડ્યા નહીં, તે સંઘર્ષ જે કોઈએ જોયો નથી અને તે અતૂટ પ્રેમ જે તમે રમતના ફોર્મેટને આપ્યો. મને ખબર છે કે આ બધાએ તમારી પાસેથી શું છીનવી લીધુ. દરેક ટેસ્ટ સિરીઝ બાદ તમે થોડા સમજદાર, થોડા વિનમ્ર થઈને પરત આવતા અને તમને આ તમામના માધ્યમથી વિકસિત થતા જોવું એક વિશેષાધિકાર રહ્યો છે.’
માત્ર આટલું જ નહીં, અનુષ્કા શર્માએ આગળ લખ્યું,’કેટલીક રીતે મેં હંમેશા કલ્પના જ કરી હતી કે તમે સફેદ કપડામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લઈ લેશો અને તમે હંમેશા પોતાના દિલની વાત સાંભળી છે અને માટે માય લવ હું એટલું કહેવા માંગુ છું કે તમે આ વિદાયની દરેક ક્ષણને મેળવી છે.’
વિરાટ અનુષ્કા વિદેશ માટે રવાના થયા
નોંધનિય છે કે, વિરાટ કોહલીએ પોતાની છેલ્લી ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં રમી હતી. ત્યાં જ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કર્યા બાદ વિરાટ કોહલીને પત્ની અનુષ્કા સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરાયા હતા. એરપોર્ટથી વિરાટ અને અનુષ્કાની તસવીરો અને વીડિચો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. જેને જોઈને કયાસ શરૂ થઈ ગયા છે કે આ કપલ લંડન માટે રવાના થઈ ગયું છે. જોકે આઈપીએલ 2025ના અપકમિંગ શેડ્યૂલના એનાઉંસમેન્ટ બાદ વિરાટ કોહલી પાછો પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ સાથે જોડાશે.





