scorecardresearch

અનુષ્કા શર્માએ પુમા બ્રાન્ડ પર ઠાલવ્યો આક્રોશ, મારી પરવાનગી વિના…

Anushka Sharma: અનુષ્કા શર્મા (Anushka Sharma) જે પુમા કંપની સામે આક્રોશ ઠાલવી રહી છે એ કંપનીનો વિરાટ કોહલી (Virat Kohli) બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે વિરાટે આ મામલો પુમા ઈન્ડિયાને તુરતંજ ઉકેલવા કહ્યું છે.

અનુષ્કા શર્માએ પુમા બ્રાન્ડ પર ઠાલવ્યો આક્રોશ, મારી પરવાનગી વિના…
વિરાટ કોહલીએ પુમા કંપનીને મામલો ઉકેલવા કહ્યુ.

વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma)ને લઈને ઘણા વિવાદો સામે આવ્યાં છે. સ્પોર્ટ્સ બ્રાન્ડ પુમાએ (Puma) અભિનેત્રી અનુષ્કા શર્માનો ફોટો પોસ્ટ કર્યો હતો. જેના તેઓની બ્રાન્ડનાં સેલની જાહેરાત કરી હતી. અનુષ્કા આ બાબતે નારાજ થઇ હતી. આ નારાજગી વ્યક્ત કરતા અનુષ્કાએ કહ્યું હતું કે, ”કંપની મારી પરવાનગી વગર મારા ફોટાનો ઉપયોગ નહિ કરે”.

તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા જે પુમા કંપની સામે આક્રોશ ઠાલવી રહી છે એ કંપનીનો વિરાટ કોહલી બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે વિરાટે આ મામલો પુમા ઈન્ડિયાને તુરતંજ ઉકેલવા કહ્યું છે. હાલમાં વિરાટ કોહલી બાંગ્લાદેશમાં છે જ્યાં તેને 22 ડિસેમ્બરથી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ રમવાની છે.

વિરાટ કોહલીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અનુષ્કા શર્માની સ્ટોરીનો સ્ક્રીનશોટ મૂક્યો અને લખ્યું કે પુમા ઈન્ડિયાએ આ મામલો ઉકેલવો જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા અનુષ્કા શર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પુમા ઈન્ડિયાને ટેગ કર્યું હતું અને લખ્યું હતું કે, ‘તમે કોઈ પણ બ્રાન્ડની પબ્લિસિટી માટે પરવાનગી વગર મારા ફોટાનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે હું તમારી કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર નથી. તેને દૂર કરો.

View this post on Instagram

A post shared by PUMA India (@pumaindia)

મહત્વનું છે કે, વિરાટ કોહલી 2017થી પુમા ઈન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ ખેલાડીને પુમા ઈન્ડિયાએ 8 વર્ષ માટે 110 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. એટલે કે પુમા ઈન્ડિયા દર વર્ષે વિરાટ કોહલીને 13.75 કરોડ આપશે. આ કરાર 2025માં સમાપ્ત થશે. હવે જોવાનું એ રહે છે કે પુમા ઈન્ડિયા અને અનુષ્કા વચ્ચેનો આ મામલો ક્યાં સુધી ઉકેલાશે.

તમને જણાવી દઈએ કે પુમા ઈન્ડિયાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર બ્રાન્ડેડ કપડા પહેરેલા કેટલાક સ્ટાર્સના ફોટા પોસ્ટ કર્યા હતા. આ તસવીરોમાં અનુષ્કા શર્મા પણ સામેલ હતી. જો કે, અનુષ્કાએ બેન્ડને ફોટા હટાવવાની અપીલ કરી હોવા છતાં, ફોટા હજુ પણ પુમાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દેખાઈ રહ્યા છે.

Web Title: Anushka sharma slamming puma brand her photo without permission virat kohli latest news instagram

Best of Express