બોલિવૂડ અભિનેત્રી અને ક્રિકેટરના કોમ્બિનેશનથી બનેલી વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સ્ટાર જોડીએ વર્ષ 2017માં ચૂપચાપ લગ્ન કરી લીધા હતા. જો કે તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાં ચાહકોની ખુશીનું કોઇ ઠેકાણું રહ્યુ ન હતું. તેવામાં તાજેતરમાં એક ચેટમાં વેડિંગ ફોટોગ્રાફર જોસેફ રાઘિકા અને વિડીયોગ્રાફર વિશાલ પંજાબીએ તેમના લગ્ન વિશે કેટલીક ખાનગી માહિતી શેર કરી છે.
જોસેફે ખુલાસો કર્યો કે, તે સમયે ટસ્કનીમાં તાપમાન માઈનસ 2 °C હતું અને લોકોએ ક્યારેય આટલા તાપમાનમાં દુલ્હા-દુલ્હને આટલા સામાન્ય જોયા ન હતા. વિરુષ્કાના લગ્નની સુંદર તસવીરો પર નકારાત્મક ટિપ્પણી અંગે વાત કરતા જોસેફે કહ્યું હતું કે, તમે તેને અવગણશો. લોકોને વાસ્તવિક વસ્તુઓ જોવાની આદત નથી.”, તે મારો પ્રામાણિક અભિપ્રાય છે.”
ધ વેડિંગ ફિલ્મરના વિશાલ પંજાબીએ જણાવ્યું હતું કે, આ દંપતીએ ક્યારેય તેમના લગ્નનું ટ્રેલર દુનિયા સાથે શેર કર્યું નથી કારણ કે તેઓ કોઈપણ ઘિૃણાસ્પદ ટીકાકારોનું મનોરંજન” કરવા માંગતા ન હતા. દંપતીની પ્રથમ લગ્નની વર્ષગાંઠ પર, અનુષ્કાએ તેમના લગ્નનું એક નાનું ટીઝર શેર કર્યું. “વિરાટ અને અનુષ્કાનું એક મિનિટનું ટીઝર, જે તેઓએ દરેકને જોવા માટે મૂક્યું હતું, તે એક વર્ષ પછી રિલીઝ કરાયું હતું. લગ્નમાં હાજર કેટલાક લોકો સિવાય કોઈએ અસલી ટ્રેલર જોયું ન હતું.
વધુમાં વિશાલ પંજાબીએ કહ્યું કે, વિરાટને ટ્રેલર તેણે અત્યાર સુધી જોયેલી “શ્રેષ્ઠ ફિલ્મમાંથી” હોવાનું લાગ્યું. “મેં વિરાટને પૂછ્યું અને તેણે કહ્યું, ‘વ્યક્તિગત રીતે, મને તમારો વીડિયો ગમે છે, અને મને લાગે છે કે તે અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ છે, પરંતુ હું તેને ક્યારેય દુનિયા સાથે શેર કરવા માંગતો નથી’. અને તેણે મને સમજાવ્યું કે શા માટે… તમે ઇચ્છતા નહીં ઇચ્છતા હોય કે તમારા કાર્ય વિશે અથવા તમે બનાવેલી કોઇપણ વસ્તુનું અપમાન કે અપશબ્દ બોલવામાં આવે, તેથી મને આનંદ છે કે તે ઑનલાઇન નથી, ખુશી છે કે કોઈ તેને ક્યારેય જોશે નહીં.
આ પણ વાંચો: The kerala Story Movie Review: ફિલ્મને ખરાબ રીતે બાનાવાય, કારણ વિના વિવાદ ઉભો કર્યો છે
વિરાટ અને અનુષ્કાએ તદ્દન ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા અને જ્યાં સુધી દંપતીએ પોતે તેની જાહેરાત ન કરી ત્યાં સુધી ઘણા લોકોને તેમના લગ્નની વિગતો વિશે ખબર ન હતી.