બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. તાજેતરમાં તેને લગ્નને લઇ પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે. અભિનેતા MTVના નિશેધ સીઝન-2ના (MTV’s Nishedh Season 2) લોન્ચમાં નજર આવ્યો હતો. જ્યાં તેને ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. સાથે જ પત્રકારોએ પણ અર્જુનને ઘણા સવાલો કર્યા હતા. અર્જુન કપૂરે એસટીડીએસ, ટીબી, ગર્ભપાત વગેરે જેવા મુદ્દાઓ પર ખુલીને પોતાના વિચારો શેર કર્યા હતા. ત્યારબાદ લગ્ન પહેલા પાર્ટનર્સ હોવા અને ઇંટિમેસી અંગે સવાલ પૂછાયો હતો.
ન્યૂઝ 18ના રિપોર્ટ મુજબ, એક પત્રકારે અર્જુન કપૂરને પૂછ્યું હતુ કે, આપણા દેશની ઓળખ, આપણા દેશની સંસ્કૃતિ છે. જ્યાં લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવાને અયોગ્ય માનવામાં આવે છે. જે વિશે તમારો શું અભિપ્રાય છે. તેમજ તમે એવું કેમ વિચારો છો કો લગ્ન પહેલા કે પછી વધુ પાર્ટનર હોવા કે પછી ઓપન રિલેશન હો? ભારતની ઓળખ એક પુરૂષથી જ છે. આપણે એકવાર જીવીએ છીએ, એક વાર મોત મળે છે અને લગ્ન પણ એક જ વાર કરીએ છીએ.
આ સવાલનો જવાબ અર્જુન કપૂરે વિસ્તારપૂર્વક આપ્યો હતો. અર્જુન કપૂરે કહ્યું કે, એક માણસની જીંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. તમે ઘણા લોકોને મળો છો અને ઘણી રિલેશનશિપમાં રહો છો, જ્યારે તમે લગ્ન કરવાનું વિચારો છો. રિલેશનશિપમાં રહેવું એ લગ્ન કરવાથી મોટી વાત છે. કારણ કે રિલેશનશીપ લગ્ન સુધી પહોંચવા માટેની પ્રક્રિયા હોય છે.
આ પણ વાંચો: સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા કરશે તમામ અંગોનું દાન, વીડિયો વાયરલ
જો આ પહેલા તમે ઉત્સુક છો તો તમે એ વ્યક્તિની શોધ કરવા માંગો છો. પરંતુ એ વ્યક્તિને મળીને તમે એ નક્કી નથી કરી શક્તા કે તમારે એની સાથે લગ્ન કરવા જોઇએ કે નહીં. તમે 18-19 વર્ષની ઉંમરમાં કંઇ રીતે ખ્યાલ આવશે કે બંને એકબીજા માટે પરફેક્ટ છે કે નહીં? તમારા મતે પ્રેમની પરિભાષા શું છે?
આ સાથે અર્જુન કપૂરે કહ્યું હતું કે, ઘણીવાર તમને એવો અહેસાસ થાય કે સાચો પ્રેમ છે, પણ સમય વિત્યે ખ્યાલ આવે કે તમારે કરિયર પર ફોકસ કરવો છે અને આ રિલેશન નિભાવવામાં અસમર્થ હોય. કારણ કે એવી ઘણી બાબતો હોય છે જે ઠીક ના હોય. આ સ્વીકાર્ય છે, કેમ ના હોય? જ્યારે તમે ઘણા પાર્ટનર વિશે પૂછો છો, આ કોઇ વીડિયો ગેમ નથી. તો તમે તમારા સવાલ બદલો. કારણ કે સવાલનો જવાબ તર્ક વાળો છે.