અભિનેતા અર્જુન રામપાલ હાલ ચર્ચામાં છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અર્જુન રામપાલ તેની અધૂરી ઇચ્છા પૂરી કરવા જઇ રહ્યો છે. બોલિવૂડમાં પોતનું સ્થાન જમાવી હવે અભિનેતા તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે તેવા સમાચાર સામે આવ્યાં છે. નંદામુરી બાલકૃષ્ણની આગામી ફિચર ફિલ્મ દ્વારા અર્જુમ રામપાલ તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાની લડાઇ લડશે. અનટાઇટલ ફિલ્મનું નિર્દેશન અનુસ રવિપુડી દ્વારા કરવામાં આવ્યું છે.
અર્જુન રામપાલની તેલુગુ ડેબ્યુ ફિલ્મનું નિર્માણ શાઇન સ્ક્રીન્સના સાહુ ગપતિ અને હરીશ પેદ્દી દ્વારા કરવામાં આવ્યું છે. પ્રોડક્શન બેનરે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર રામપાલની કાસ્ટિંગ વિશે માહિતી શેર કરી છે. ઓમ શાંતિ ઓમ અને રાવન જેવી હિન્દી ફિલ્મોમાં વિલનના રોલનું પાત્ર ભજવનાર રામપાલ કહ્યું કે, તેઓ આ ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક છે. આ તકે અર્જુન રામપાલે ફિલ્મમાં કામ કરવાનો અવસર મળતા આભાર વ્યક્ત કર્યો હતો.
નોંધનીય છે કે, ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ અને અર્જુન રામપાલ પાંચ વર્ષથી વધુ સમયથી રિલેશનશિપમાં છે.પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ગુડ ન્યુજના ફોટો શેર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે.અર્જુન રામપાલ ફરીથી પિતા બનવાનો છે. અભિનેતાની ગર્લફ્રેન્ડ ગેલિએલા ડીમેટ્રિએડસ બીજી વખત ગર્ભવતી બની છે.
મહત્વનું છે કે,ગેબ્રિએલા અને અર્જુન રામપાલ વર્ષ 2019માં પહેલીવાર માતા-પિતા બન્યા હતા. અર્જુન અને ગેબ્રિએલાના લાડકા પુત્રનું નામ એરિક છે. આ કપલ ઘણીવાર તેમના પુત્ર સાથે બહાર ફરતા જોવા મળે છે.
અર્જુન અને ગેબ્રિએલાએ હજુ સુધી લગ્ન કર્યા નથી પરંતુ બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ છે. એક રિપોર્ટ અનુસાર, એક ફેશનિસ્ટા હોવા ઉપરાંત, ગેબ્રિએલા ફિલ્મો માટે પણ તૈયારી કરી રહી છે. તે એક અનટાઇટલ વિનાની ફિલ્મમાં અર્જુન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
આ પણ વાંચો: અનિલ કપૂરે પુત્રી સોનમ વિશે કહી આ મોટી વાત…’આ પેઢીનો ચહેરો અને અવાજ’
ગેબ્રિએલાએ આ વિશે અગાઉ કહ્યું હતું કે, “હું એક બ્રિટિશ-ભારતીય પોલીસ અધિકારીની ભૂમિકા ભજવીશ જે અર્જુનના પાત્રની તપાસ કરી રહી છે. અમારી વચ્ચે પણ રોમેન્ટિક એંગલ છે. હું મારા સંવાદો હિન્દીમાં બોલીશ અને અર્જુન આમાં મને મદદ કરી રહ્યો છે.