Shah Rukh Khan : શાહરૂખ ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ડંકી’ને લઈને પૂરજોશમાં ચર્ચામાં છે. રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઘણા મોટા સ્ટાર્સ પહેલીવાર મોટા પડદા પર એકસાથે આવશે. ત્યારે તાજેતરમાં જ ડંકીનું ટ્રેલર (Dunki Trailer) રિલીઝ કરવામાં આવ્યું છે. ડંકીનું ટ્રેલર જોયા પછી ચાહકોમાં ઉત્સુકતા ચરમસીમા પર છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાનને ASkSRk સેશનમાં એક યૂઝરે એવી ટિપ્પણી કરી કે એક્ટરે તેને જડબાતોડ જવાબ આપ્યો છે.
આ વર્ષની શરૂઆત શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’થી થઈ હતી, ત્યારબાદ આ વર્ષ પણ તેની ફિલ્મ ‘ડિંકી’ સાથે સમાપ્ત થશે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2023 કિંગ ખાન માટે ખૂબ જ ખાસ રહ્યું છે. તેણે ‘પઠાણ’ અને ‘જવાન’ જેવી બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. હવે તેની ત્રીજી ફિલ્મ ડંકી પણ રિલીઝ માટે તૈયાર છે.
આ દરમિયાન કિંગ ખાને તેના ચાહકો માટે ASKSRK સેશનનું આયોજન કર્યું હતું. જેમાં એક વ્યક્તિએ ટ્વિટ કરીને શાહરૂખ ખાનની બંને બ્લોકબસ્ટર ફિલ્મ (પઠાણ, જવાન)ને બકવાસ ગણાવી હતી. સામાન્ય રીતે શાહરૂખ ખાન આવી ટ્વીટનો જવાબ આપતો નથી. પરંતુ, આ વખતે તેણે ટ્રોલને જડબાતોડ જવાબ આપ્યો છે.
ASKSRK સેશનમાં એક વ્યક્તિએ લખ્યું કે ‘તમારી અસરકારક અને કાર્યક્ષમ PR ટીમને કારણે,તમારી છેલ્લી બે ટૂંકી ફિલ્મો બ્લોકબસ્ટર બની હતી. શું તમને હજુ પણ તમારી PR અને માર્કેટિંગ ટીમ પર વિશ્વાસ છે? શું તેઓ’ડંકી’ને હિટ કરી દેશે?
આ ટ્રોલના ટ્વીટનો જવાબ આપતા શાહરૂખ ખાને લખ્યું, ‘સામાન્ય રીતે હું તમારા જેવા લોકોને જવાબ નથી આપતો, પરંતુ આ કિસ્સામાં હું આવું કરી રહ્યો છું. કારણ કે મને લાગે છે કે તમે કદાચ કબ્જની સમસ્યાથી પરેશાન છો. તેથી હું મારી PR ટીમને તમને સારી દવા મોકલવા માટે કહીશ…આશા છે કે તમે જલ્દી સ્વસ્થ થઇ જશો.
ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનની ‘ડંકી’ 21 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન ઉપરાંત તાપસી પન્નુ અને વિકી કૌશલ એક સાથે મોટા પડદા પર ચમકશે.