Justin Joseph Rao: અભિનેતા પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi) ઘણી હિટ ફિલ્મો આપી છે. ત્રિપાઠી પ્રોડક્શન હાઉસમાં લગભગ દરેક જગ્યાએ અને અન્ય મેઈનસ્ટ્રીમ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે, એક્ટર હવે તેના પ્રોજેક્ટ્સને સુવ્યવસ્થિત કરવા માંગે છે. પંકજ ત્રિપાઠી સતત ફિલ્મોમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં, અભિનેતાએ 14 ફિલ્મોમાં કામ કર્યું છે.
અભિનેતાએ Indianexpress.com ને કહ્યું કે, “મને સમજાયું કે મેં વધારે એકટિંગ કરી લીધી, ‘ઇતના અભિનય નહીં કરના ચાહિયે ,” હું મારી શારીરિકતાને બદલી શકતો નથી, તેથી દસ પ્રોજેક્ટ કરવાને બદલે, હું ફક્ત ત્રણ જ કરું તે વધુ સારું છે. આ રીતે મારી ક્રિએટિવ પ્રોસેસ અને મનને થોડો આરામ મળશે, આ બન્ને સાથે હું વધુ સારી રીતે કામ કરી શકીશ.”
તેમનું કામ કેવી રીતે ઓવરલેપ થવાનું શરૂ થયું છે તેનું ઉદાહરણ આપતા, ત્રિપાઠીએ કહ્યું કે તેઓ ”મૈં અટલ હૂં” (Main Atal Hoon) પછી તરત જ તેમની આગામી સ્ત્રી 2 શૂટ કરવા ગયા હતા અને તેમને નમ્રતાપૂર્વક કહેવામાં આવ્યું હતું કે તેઓ હોરર કોમેડી માટે પાત્ર નથી કારણ કે તેઓ હજુ પણ ભૂતપૂર્વ ભારતીય વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું પાત્ર ભજવી રહ્યા છે.
”“મેં અટલ હું” ફિલ્મ કરી અને બીજા દિવસે હું સ્ત્રી 2 ના સેટ પર હતો. મારા શૉટના પહેલા દિવસે, અમર કૌશિક મારી પાસે આવ્યો અને મારા કાનમાં કહ્યું, ‘ અટલ જી લગ રહે હૈ!’ મેં તેને કહ્યું કે હવે હું શું કરું, મેં ગઈ કાલે રાત્રે જ દિલ્હીમાં ફિલ્મ પૂરી કરી હતી . તેથી તેણે મને એક દિવસની રજા આપી અને મને સ્ત્રી જોવા અને આરામ કરવા કહ્યું હતું. મેં કહ્યું મારે આ જરૂર છે!”
“મને સમજાયું કે આ સારું નથી, રાતોરાત એક સેટથી બીજા સેટમાં જવું, તે ઓવરલેપ થઈ રહ્યું હતું. મારે 30 દિવસનો ગેપ જોઈએ છે. દસ દિવસ સંપૂર્ણ આરામ અને પરિવાર સાથે રહ્યો, આગામી ભૂમિકાની તૈયારી માટે છેલ્લા દસ દિવસ હવે મને જોઈએ.”
આ પણ વાંચો: ધર્મેન્દ્ર-હેમાની દીકરી ઈશા પતિથી અલગ થઈ રહી છે? જાણો
એક્ટરએ કહ્યું કે, હવે હું પૈસા પાછળ નથી ભાગતો! “પહેલાં, ઘણી બધી જવાબદારીઓ હતી, તેથી હું વિચારું છું કે મને કામ કરવા દો જેથી પૈસા આવે. હવે તે એક અલગ પરિસ્થિતિ છે, EMI લગભગ સમાપ્ત થઈ ગઈ છે. પૈસો કી જીવન મેં બડી ભૂમિકા નહીં હૈ, યે બાત કહેને કે લિયે ભી પૈસે ચાહિયે. પૈસા હો, તભી આદમી યે બાત કહેતા હૈ, ગહન મહેસૂસ કરતા હૈ.”
”મૈં અટલ હું” ફિલ્મ રવિ જાધવ દ્વારા ડાયરેક્ટ કરાઈ છે. જે આવતીકાલે 19 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તે વર્ષ 2024 ત્રિપાઠીની પ્રથમ ફિલ્મ છે, આ પછી તે આગામી ફિલ્મો સ્ત્રી 2 અને અનુરાગ બાસુની મેટ્રો ઇન ડીનોમાં પણ જોવા મળશે.





