scorecardresearch

અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાને લઇ પંકજ ત્રિપાઠીએ કહ્યું…’મારા માટે સૌભાગ્યની વાત’

Atal Bihari Vajpayee Biopic: આ ફિલ્મનું ટાઇટલ ‘મૈં રહું યા ના રહું, યે દેશ રહેના ચાહિયે- અટલ’ આ ફિલ્મ વાજપેયી પર લખાયેલા પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મનું નિર્માણ સંદીપસિંઘ (Sandip singh) અને વિનોદ ભાનુશાલી (vinod bhanushali) કરી રહ્યા છે.

અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાને લઇ પંકજ ત્રિપાઠીએ કહ્યું…’મારા માટે સૌભાગ્યની વાત’
અભિનેતા પંકજ ત્રિપાઠીએ કહ્યું મારા માટે સૌભાગ્યની વાત

દેશના લોકપ્રિય નેતા અને પૂર્વ વડાપ્રઘાન સ્વ.અટલ બિહારી વાજપેયીના જીવન પર બાયોપીક બનનાર છે. ત્યારે બાયોપિકમાં અટલજીના પાત્ર માટે લોકપ્રિય અભિનેતા પંકજ ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી છે. પંકજ ત્રિપાઠીએ આ સૌભાગ્ય પ્રાપ્ત થવાની ખુશીમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે.

પંકજ ત્રિપાઠીએ પોસ્ટમાં લખ્યું છે કે, ભારત જમીન કા ટુકડા નહીં, જીતા જાગતા રાષ્ટ્ર પુરૂષ હૈ, યે પંક્તિયાં લિખનેવાલે મહાન નેતા શ્રી અટલ બિહારી વાજપેયીજી કી ભૂમિકા મુઝે બડે પરદે પર સાકાર કરને કા અવસર મિલ રહા હૈ, યે મૈં અપના સૌભાગ્ય માનતા હું.

આ ફિલ્મનું ટાઇટલ ‘મૈં રહું યા ના રહું, યે દેશ રહેના ચાહિયે- અટલ’ આ ફિલ્મ વાજપેયી પર લખાયેલા પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મનું નિર્માણ સંદીપસિંઘ અને વિનોદ ભાનુશાલી કરી રહ્યા છે. ફિલ્મ વર્ષ 2023માં ફલોર પર જશે અને પછીના વર્ષે થિયેટરોમાં ક્રિસમસના તહેવારોમાં રજુ થશે ત્યારે વાજપેયીજીની 99મી જન્મતિથિ આવે છે.

પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયી દેશ નિર્માણમાં યુવાઓની ભૂમિકાને ખુબ જ મહત્વની ગણતા હતા. તેમનો સ્પષ્ટ વિચાર હતો કે અનુશાસિત યુવાઓ જ દેશને નવી દિશા આપી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ જાણીતા સાહિત્યકાર જગદીશ તોમરે અટલજીની વાતો વાગોળતા જણાવ્યું કે એકવાર યુવાઓનું જુલૂસ નીકળી રહ્યું હતું. એક યુવાના હાથમાં તખ્તી હતી કે શાળા, કોલેજમાં હાજરી હોવી જોઈએ નહીં. ફી ન લેવાવી જોઈએ. પરીક્ષાઓ પણ હોવી જોઈએ નહીં. હું પણ તેમા સામેલ હતો. અટલજીએ મને પૂછ્યું કે આગળ શું કરવાનો વિચાર છે? મે કહ્યું કે હજુ કઈ વિચાર્યું નથી. તેમણે કહ્યું કે એમએ પ્રથમ વર્ષના વિદ્યાર્થી છો. હજુ સુધી દિશા જ નક્કી નથી કરી. થોડો સમય રાષ્ટ્ર માટે પણ કાઢો. તમે લોકો જ દેશને દિશા આપી શકો છો.

વાજપેયીએ દેશને તેમનો વ્યવહાર અને સમાવેશ કરવાની નીતિને એવી રીતે લોકતાંત્રિક માપદંડોમાં સ્થાપિત કરી જેની મિશાલ આજે પણ લોકો આપી રહ્યા છે . અટલ બિહારી વાજપેયીજીનો સુશાસનનો સિદ્ધાંત (Doctrine) પણ પ્રખ્યાત છે. તેથી જ 25 ડિસેમ્બર, સુશાસન દિવસ Good Governance Day 2021 તરીકે તેમને સન્માનિત કરી મનાવવામાં આવે છે. આ દિવસને માનાવવાનો ઉદ્દેશ્ય ભારતવાસીઓ પ્રતિ સરકારની જવાબદારીઓ માટે જાગૃતતા ફેલાવવી છે.

અટલ બિહારી વાજપેયીનું અંગદ જીવન

અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924માં, મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી વાજપોયી સ્કૂલમાં અધ્યાપક હતા. તેમની શરૂઆતની શિક્ષા ગ્વાલિયરના સરસ્વતી શિશુ મંદિરમાં અને તેના પછી ઉજ્જૈનના બારનગરના એંગ્લોવર્નાકુલર મિડિલ સ્કૂલમાં થઈ હતી. ગ્વાલિયરના વિક્ટોરિયા કોલેજમાં તેઓએ હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં બીએ અને કાનપુરની ડીએવી કોલેજમાંથી રાજનીતિ શાસ્ત્રમાં એમએની ડિગ્રી મેળવી હતી. અટલજી ત્રણ વખત દેશના વડાપ્રધાન બની ચૂક્યા છે. તે હિંદી કવિ, પત્રકાર અને પ્રખર વક્તા હતા. તે જનસંઘના સંસ્થાપકોમાંના એક હતા. તેમનો

આ પણ વાંચો: સાજીદ ખાને તેની ચોરી કરવાની આદતને લઇ કર્યો ખુલાસો, કહ્યું… ‘ફરહાન અખ્તરના ઘરેથી’…

અટલજી બિહારી વાજપેયીની રાજકીય સફર

અટલ બિહારી વાજયેપીએ વર્ષ 1952માં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડ્યા હતા. અટલ જનસંઘના સંસ્થાપકોમાંથી એક હતા. 1968થી 1973 સુધી તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ 1996માં વડાપ્રધાન બન્યા હતા પરંતુ બહુમતી ન હોવાના કારણે ફક્ત 13 દિવસમાં તેમની સરકાર પડી ગઇ હતી.

આ પણ વાંચો: રત્ના પાઠકની ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી, ફિલ્મમાં આ જોડીનો કમાલ

વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. ૧૯૬૯-૧૯૭૨ દરમિયાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) ના પ્રમુખ હતા.

Web Title: Atal bihari vajpayee biopic pankaj tripathi mai rahu ye desh rahna chahiye atal release date

Best of Express