ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાની ફિલ્મ પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેનમેન્ટે ગુરુવારે જાહેરાત કરી હતી. જેમાં તેઓ તેમની આગામી ફિલ્મ ‘ફોન ભૂત’ પર એક ખાસ કોમિક સીરિઝ માટે ડાયમંડ ટૂન્સ સાથે ભાગીદારી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ કોમેડી ફિલ્મ બે પાત્રો પર કેન્દ્રિત છે, જેઓ એક ભૂત-પ્રેત સાથે જોડાઈને રાક્ષસ સામે લડવાનો દાવો કરે છે.
ફિલ્મ નિર્માતાઓની ભાગીદારી અંતર્ગત ડાયમંડ ટૂન્સ એક કોમિક રજૂ કરશે. જેમાં ફોન ભૂતના ત્રણ મુખ્ય પાત્રોને ‘ચાચા ચૌધરી’ અને ‘સાબૂ’ સાથે દર્શાવવામાં આવશે. ત્યારે ડાયમંડ ટૂન્સના નિર્દેશક મનીષ વર્માએ જણાવ્યું હતું કે તેઓ ‘ચાચા ચૌધરી અને ફોન ભૂત’ના વિશેષ અંક માટે એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાથે ભાગીદારી કરીને ખુબ ખુશ છે. પ્રાણ ફીચર્સના નિખિલ પ્રાણે કહ્યું કે તેઓ ‘ચાચા ચૌધરી અને ફોન ભૂત’ના પ્રકાશનને લઈને ખુબ ઉત્સાહિત છે. ‘ફોન ભૂત’ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
અભિનેતા આયુસ શર્માએ તેના જન્મદિવસ પર ફિલ્મની જાહેરાત કરી હતી. જે એક એક્શન થ્રિલર ફિલ્મ છે. જ્યારે હાલ આ ફિલ્મનું નામ રખાયું નથી. આ અનટાઇટલ ફિલ્મનું નિર્દેશન કાત્યાયન શિવપુરી કરશે. જે તેની ફિલ્મ મુર્ગા અને હંગર માટે ખ્યાતિ ધરાવે છે. આ ફિલ્મના નિર્માતા રાધામોહન છે.
અભિનેતા આયુષ શર્માએ તેના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મનું ટીઝર તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ હતું. અભિનેતાએ ટીઝર શેર કરી લખ્યું છે કે, ‘બર્થડે પર કુછ થ્રિલ તો બને છે. આપ સબકા પ્યાર હી હૈ મેરી પહેચાન. તમારી પ્રાથના માટે તમારા બધાનો આભાર. હું મારી ચોથી ફિલ્મ રજૂ કરવા જઇ રહ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં આયુસ શર્માએ જણાવ્યું હતું કે ફિલ્મમાં તેઓ એક નવા અવતારમાં નજર આવશે’.
અભિનેતા વિજયની તમિલ ફિલ્મ વારિસુ આવતા વર્ષે મકર સંક્રાંતિના અવસર પર રિલીઝ થશે. ફિલ્મનું તેલુગુ નામ વારસુદૂ છે, જેનું દિગ્દર્શન વામશી પૈડિપલ્લીએ કર્યું છે. આ ફિલ્મનું દિલ રાજુ અને શિરીષે તેમના પ્રોડક્શન હાઉસ શ્રીવેંકટેશ્વર ક્રિએશનના બેનર હેઠળ નિર્માણ કર્યું છે. દિવાળીના પર્વ પર ફિલ્મ નિર્માતાઓએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, સંક્રાંતિ તેલુગુ અને તમિલનાડુ માટે સૌથી મોટો તહેવાર છે. ત્યારે આ ખાસ તહેવારનો લાભ લેવા માટે ખુબ જ ઉત્સુક છે. હાલ આ ફિલ્મું શૂટિંગ તેના અંતિમ ચરણ પર છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ અંગે વાત કરીએ તો ફિલ્મમાં એક્ટર રશ્મિકા મંદાના, પ્રભુ, સરથ કુમાર, પ્રકાશ રાજ, જયસુઘા તથા શ્રીકાંત, યોગી બાબૂ, સંગીતા સહિત સંયુક્તા નજર આવશે.
ક્રિકે્ટર મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સાક્ષીનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમાલ બતાવવાની તૈયારીમાં છે. એક જાહેરાતના મતે ધોની એન્ટરટેઇન્મેન્ટ અંતર્ગત પ્રથમ તમિલ ભાષામાં ફિલ્મ બનાવશે. જેનુ દિગદર્શન રમેશ થમિલમણિ કરશે. જે અથર્વ- ધ ઓરિજિનના લેખક છે. આ ફિલ્મનું સપનું સાક્ષી સિંહ ધોનીએ જોયું છે, જે પ્રોડક્શન હાઉસના મેનેજિંગ ડિરેક્ટર છે.
ધોની અને સાક્ષીના પ્રોડક્શનમાં બનનારી પહેલી તમિલ ફિલ્મમાં કલાકારોના નામની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. રિલીઝમાં થમિલમણીએ જણાવ્યું હતું કે, મેં સાક્ષીએ લખેલી સ્ટોરી વાંચી છે. મને ખ્યાલ હતો જ કે તે ખાસ હશે. આ કોન્સેપ્ટ એકદમ નવો છે. જેમાં એક મજેદાર પારિવારિક મનોરંજન ફિલ્મ નિર્માણની પૂરી સંભાવના છે.