Bad Newz Song Raula Raula : વિકી કૌશલ (Vicky Kaushal), તૃપ્તિ ડિમરી (Tripti Dimri) અને એમી વિર્ક ફિલ્મ બેડ ન્યૂઝ (Bad Newz ) 19 જુલાઈ 2024 ના રોજ થિયેટરમાં રિલીઝ થઇ હતી. હવે ફિલ્મના નિર્માતાઓએ મૂવીનું પાર્ટી ગીત “રૌલા રૌલા” રિલીઝ થયું છે. ગીતમાં, વિકી મસ્તીભર્યા અવતારમાં, તૃપ્તિ સાથે રેપિંગ અને ડાન્સ કરતો જોઈ શકાય છે. નિર્માતાઓએ ગીત રિલીઝ કર્યું ત્યારે ચાહકોને ખાતરી છે કે “તૌબા તૌબા” માત્ર એક ટ્રેલર હતું, જ્યારે ” રૌલા રૌલા”એક પરફેક્ટ અલગ વાઇબ આપે છે. ઘણા લોકો ગીતમાં વિકીના એક્સપ્રેશન અને ડાન્સથી પ્રભાવિત પણ થયા છે.
‘રૌલા રૌલા’ ગીત રોમી દ્વારા ગાવામાં આવ્યું છે અને ડેવી સિંઘ દ્વારા લખવામાં આવ્યું છે અને પ્રેમ અને હરદીપ દ્વારા રચિત છે. પ્રશંસકોએ ફિલ્મ પહેલાથી જ થિયેટરોમાં જોઈ હોવા છતાં, ગીત રિલીઝ થયા બાદ પણ તેમનો ઉત્સાહ દર્શાવ્યો હતો. કમેંન્ટ સેક્શનમાં “વિકી કૌશલ કે ફેસિયલ એક્સપ્રેશનઅને પગની ચાલ….ઓહ માય ગોડ”, “વિકી વિકી હો ગઈ અબ તો બોલિવૂડ મી”, અને “બધાની નજર ફક્ત વિકી ભાઈ પર છે ” જેવી પ્રતિક્રિયાઓથી છલકાઈ ગઈ હતી.
બેડ ન્યૂઝમાં વિકી કૌશલ, તૃપ્તિ ડિમરી અને એમી વિર્ક મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન આનંદ તિવારીએ કર્યું છે. બેડ ન્યૂઝ એક સત્ય ઘટના પર આધારિત છે, જે હેટરોપેટરનલ સુપરફેકન્ડેશનની ઘટનાને સમજાવે છે. 19 જુલાઈના રોજ થિયેટરોમાં આવેલી બેડ ન્યૂઝે ઈન્ડસ્ટ્રીના ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર 43 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.