Bade Miyan Chote Miyan New Release Date : આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક અક્ષય કુમાર (Akshay Kumar) અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં (Bade Miyan Chote Miyan) ‘સંબંધિત મોટા સમાચાર સામે આવ્યાં છે. ‘બડે મિયાં છોટે મિયાં’ મુવી પહેલા ઇદના અવસરે 10 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર, ‘બડે મિયાં છોટે મિયાં’ના ઘણા સીન પર પણ કાતર ફેરવી દેવાય છે. બડે મિયાં છોટે મિયાં’ન્યૂ રિલીઝ ડેટ (Bade Miyan Chote Miyan New Release Date) જાણો.

બડે મિયાં છોટે મિયાં ફિલ્મ ન્યૂ રિલીઝ ડેટ (Bade Miyan Chote Miyan New Release Date)
મળતી માહિતી અનુસાર, બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મમાંથી લગભગ 8 મિનિટના સીન હટાવી દેવામાં આવ્યા છે. નિર્માતાઓની સાથે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે પણ એક વીડિયો જાહેર કરીને ‘બડે મિયાં છોટે મિયાં’ની નવી રિલીઝ ડેટ વિશે માહિતી આપી છે. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે UAEમાં ઈદ 10મી એપ્રિલે છે, એટલે કે ભારતમાં ઈદ 11મી એપ્રિલે મનાવવામાં આવશે.
મેદાન ફિલ્મ ન્યૂ રિલીઝ ડેટ (Maidaan New Release Date)
ઉલ્લેખનીય છે કે, અજય દેવગણની ફિલ્મ ‘મેદાન’ પણ પહેલા 10 તારીખે રિલીઝ થવાની હતી. પરંતુ તેની રિલીઝ ડેટ પણ એક દિવસ આગળ ધપાવાય છે. ફિલ્મ ‘મેદાન’ પણ 11 તારીખે રીલીઝ થશે. જોકે, ‘મેદાન’નું પેઇડ પ્રિવ્યૂ 10 એપ્રિલે જ આયોજિત કરવામાં આવશે. આ પ્રિવ્યૂમાં દર્શકો ફિલ્મ જોવા માટે અગાઉથી ટિકિટ ખરીદી શકશે.
અજય દેવગણની ફિલ્મ ભારતીય ફૂટબોલ ટીમના ભૂતપૂર્વ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે. આ ફિલ્મનું દિગ્દર્શન અમિત શર્માએ કર્યું છે, જેઓ અગાઉ ‘બધાઈ હો’ જેવી ફિલ્મનું નિર્દેશન કરી ચૂક્યા છે.