Bade Miyan Chote Miyan Movie Release Date : બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ અભિનીત ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. ‘બડે મિયાં છોટે મિયા’ મુવી વર્ષ 2024ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મો પૈકી એક છે. આ વચ્ચે ફિલ્મનું પ્રમાણપત્ર અને રનટાઈમ પણ જાહેર કરવામાં આવ્યો છે. બડે મિયા છોટે મિયાનું બજેટ પણ ઘણું વિશાળ છે.
‘બડે મિયાં છોટે મિયાં’ 2 કલાક 43 મિનિટ 41 સેકન્ડના રનટાઈમ સાથે સેન્સર થયેલ છે. આ ફિલ્મ માટે રનટાઈમ વધુ મહત્વનો છે કારણ કે તે ઈદ પર અજય દેવગન અભિનીત બીજી મોટી ફિલ્મ ‘મેદાન’ સાથે ટકરાઈ રહી છે. મહત્વનું છે કે, બંને ફિલ્મોનું એડવાન્સ બુકિંગ થોડા દિવસોમાં શરૂ થશે.

‘બડે મિયાં છોટે મિયાં’ 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિંહા, અલાયા એફ, માનુષી છિલ્લર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
અજય દેવગણની ‘મેદાન’ પણ 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે.’મેદાન’ મુવી પણ 3 કલાક લાંબુ છે. બડે મિયાં છોટે મિયાં’ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) દ્વારા U/A પ્રમાણપત્ર સાથે સેન્સર કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે, બડે મિયા છોટે મિયાનું બજેટ લગભગ 350 કરોડ રૂપિયા છે તેવો અહેવાલ છે. આવી સ્થિતિમાં બડે મિયા છોટે મિયા ફિલ્મના નિર્માતા અલી અબ્બાસ ઝફરે ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન અલી અબ્બાસ ઝફરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘જ્યારે અમે આ ફિલ્મની પટકથા લખવાનું શરૂ કર્યું ત્યારે અમારો દ્રષ્ટિકોણ એવો હતો કે આપણને બધાને ગર્વ થાય’.
વધુમાં અલી અબ્બાસે જણાવ્યું હતું કે, બડે મિયા છોટે મિયા ફિલ્મનું શૂટિંગ સાઉદી અરબ અને જોર્ડનમાં કરવામાં આવ્યું હતું. આ વિશે અલી અબ્બાસે કહ્યું કે, ફિલ્મમાં વિશેષ દળ અને ભારે સૈન્ય સમર્થનની જરૂર હતી. તેથી અમે તે દેશોમાં ગયા. જ્યાં પૂરી સ્વતંત્રતા સાથે શૂટિંગ થયું.ફિલ્મ બડે મિયા છોટે મિયામાં મોંઘાદાટ ઉપકરણોનો વપરાશ કરાયો હતો. તેવામાં કોઇ એવી ઘટના ઘટે તો તેની ભરપાઇ પૈસાથી થઇ શકે તેમ ન્હોતું.
આ સાથે અલી અબ્બાસે જણાવ્યું કે, બડે મિયા છોટે મિયાનું બજેટ વિશાળ છે. આ સાથે દર્શકોની અપેક્ષા પણ બમણી હોય છે. ત્યારે અમે દર્શકોના મનોરંજન માટે ફિલ્મમાં સ્ટંટ માટે 30થી 40 લાખની કાર ઉડાવી દીધી છે. બડે મિયા છોટે મિયા મુવીમાં એક દિવસનો 3થી 4 કરોડ રુપિયા ખર્ચ હોવાનું અલી અબ્બાસે કહ્યું હતું. બડે મિયા છોટે મિયામાં જોરદાર સ્ટંટ સીન જોવા મળશે.





