Bade Miyan Chote Miyan Movie Review : અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ સ્ટારર બડે મિયાં છોટે મિયાં મુવી આજે 11 એપ્રિલે ઇદ 2024 પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ છે. આવી સ્થિતિમાં ફિલ્મ બડે મિયાં છોટે મિયાં રિવ્યૂ અહીં વાંચો અને જાણો આ ફિલ્મ જોવા માટે તમારે જોવી જોઇએ કે નહીં?
બડે મિયાં છોટે મિયાં ફિલ્મની સૌથી ખરાબ બાબત એ નથી કે તેમાં માત્ર ઘોંઘાટ છે, પરંતુ તેમાં કંઇ ખાસ અને નવું દર્શાવવામાં આવ્યું નથી. મહત્વનું છે કે, ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને માત્ર 1 સ્ટાર આપ્યો છે. શુભા ગુપ્તાએ 1 સ્ટાર આપીને રિવ્યૂમાં લખ્યું કે, બોલિવૂડની ઘણી ફિલ્મો તે ક્ષેત્રમાં સ્પર્ધા કરી શકે છે. બડે મિયાં છોટે મિયાં ફિલ્મ માત્ર સ્નૂઝફેસ્ટ (Snoozefest – નિદ્રા) છે.

શુભ્રા ગુપ્તાએ વધુમાં લખ્યું કે, બડે મિયાં છોટે મિયાં મુવી એક નોન સ્ટોપ એકશન મુવી છે. જો લોકોની પ્રતિક્રિયા અંગે વાત કરીએ તો તેઓ અલી અબાઝની આ ફિલ્મથી ખુબ પ્રભાવિત થયા છે. દર્શકોના મતે બડે મિયાં છોટે મિયાં મુવી બેસ્ટ એક્શન ફિલ્મ છે. સોશિયલ મીડિયા પર બડે મિયાં છોટે મિયાંને લઇને ઢગલાબંધ પ્રતિક્રિયા આવી રહી છે. એક યૂઝરે લખ્યું કે, બડે મિયાં છોટે મિયાં મુવી બોલિવૂડ એક્શન માટે એક નોકઆઉટ પંચ! બડે મિયાં છોટે મિયાં એક સિનેમાય તમાશો છે, જે તમને દંગ કરી દેશે. જ્યારે અન્ય એક યૂઝરે લખ્યું કે, બડે મિયાં છોટે મિયાં ફિલ્મ ઇન્ડિયન સિનેમાની અત્યાર સુધીની બેસ્ટ એક્શન ફિલ્મ છે. જો આ મુવીને 5માંથી રેટિંગ આપું તો હું 4.5 આપું.
બડે મિયાં છોટે મિયાં લોકોને ખુબ પસંદ આવી રહી છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવા સંજોગોમાં એવું લાગી રહ્યું છે કે ફિલ્મ ઓપનિંગ ડે પર જબરદસ્ત કલેક્શન કરશે. એડવાન્સ બુકિંગ મામલે બડે મિયાં છોટે મિયાં ફિલ્મે 4.81 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ આંકડા પરથી એવું અનુમાન લગાવાયું છે કે બડે મિયાં છોટે મિયાં મુવી પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર 15થી 20 કરોડ રૂપિયાની કમાણી કરશે.
આ પણ વાંચો : Eid 2024 : સલમાન ખાને ફેન્સને ઇદી આપી, કરી મોટી જાહેરાત
રિપોર્ટ્સનું માનીએ તો ટાઈગર શ્રોફે આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા ફી લીધી છે. તો અક્ષય કુમારે ફિલ્મ બડે મિયાં-છોટે મિયાંમાં માટે 75 કરોડ રૂપિયાની ભારે ફી વસૂલ કરી છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને માનુષી છિલ્લર પણ લીડ રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ માટે બંને અભિનેત્રીઓએ 2-2 કરોડ રૂપિયા ફી લીધી છે. અલાયા એફએ આ ફિલ્મમાં કામ કરવા માટે 1 કરોડ રૂપિયા ફી લીધી છે.