Bade Miyan Chote Miyan Quick Review : અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ અપકમિંગ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને કારણે જોરશોરથી છવાયેલા છે. ‘બડે મિયાં છોટે મિયાં’ મુવી ઇદના અવસર પર 11 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આવી સ્થિતિમાં ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મ ક્વિક રિવ્યૂ સામે આવ્યો છે.

હકીકતમાં ટ્વિટર એક્સ પર ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મને લઇને લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. મહત્વનું છે કે, ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મનો લોકોમાં ભારે ક્રેઝ છે. ત્યારે લોકોએ ટ્વિટર પર કહ્યું કે, આ મુવી બ્લોકબસ્ટર સાબિત થવાની છે.
અક્ષય ખન્નાએ પણ ‘બડે મિયાં છોટે મિયાં’ મુવીના ઘણા વખાણ કર્યા છે. તેઓએ યૂટ્યૂબર શાન પરાશરનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ ફિલ્મના ભરપૂર વખાણ કરી રહ્યા છે.
બડે મિયાં છોટે મિયાં મુવી વિશે એક ફેને લખ્યું કે, ખેલ તો હવે શરૂ થયો છે, પ્રલય આવી રહ્યો બસ એક દિવસમાં. સલમાન ખાન પણ થોડા દિવસ પહેલાં ફિલ્મને લઇને અભિનંદન પાઠવ્યા હતા.
સલમાન ખાને ટ્વિટર લખ્યું હતું કે, ‘બડે મિયાં છોટે મિયાં, અક્કી અને ટાઇગર બંનેને અભિનંદન, ફિલ્મ સુપરહિટ સાબિત થશે’.
આ પણ વાંચો : આ ગુજરાતી મૂળની બોલિવૂડ ફ્લોપ એક્ટ્રેસ ધારાસભ્યની વહુ બની, આજે કરોડોની માલકિન
વધુમાં સલમાન ખાને લખ્યું કે, ‘ટ્રેલર બહુ સારુ હતું અને અલી તારે આ ફિલ્મથી ટાઇગર અને સુલતાનનો રેકોર્ડ તોડવાનો છે. આશા છે કે હિંદુસ્તાનને તમે અને હિદુસ્તાન તમને ઇદી દે’.