BMCM Vs Maidaan Advance Booking Collection : બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ અપકમિંગ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને કારણે સતત ચર્ચામાં છે. ‘બડે મિયાં છોટે મિયાં’ મુવી 10 એપ્રિલ ઇદના અવસર પર રિલીઝ થવાની છે. આ જ દિવસે અજય દેવગણની મોસ્ટઅવટેડ ફિલ્મ ‘મેદાન’ પણ સિનેમાઘરોમાં દસ્તક દેશે. આવી સ્થિતિમાં ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘મેદાન’ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે. જેમાં અક્ષય કુમાર અને અજય દેવગણ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે.
ટ્રેડ એનાલિસ સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 12 હજારથી વધુ ટિકિટોના વેચાણની સાથે ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મે પહેલાં જ બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મ હોવાની હિન્ટ આપી દીધી છે. મળતી માહિતી અનુસાર, ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ પર આઘારિત ફિલ્મ ‘મેદાન’ને એડવાન્સ બુકિંગમાં વિદેશમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
સોમવારે બપોર સુધી ‘મેદાન’ની 8466 ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે, જેના કારણે ફિલ્મે માત્ર 18.15 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. જો દર્શકોને ફિલ્મની સ્ટોરી પસંદ આવશે તો તે અક્ષય કુમારની ‘બડે મિયાં છોટે મિયાં’ને પાછળ છોડી શકે છે.‘બડે મિયાં છોટે મિયાં’મામાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, સોનાક્ષી સિંહા, અલાયા એફ, માનુષી છિલ્લર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મનું બજેટ લગભગ 350 કરોડ રૂપિયા છે.
બડે મિયા છોટે મિયાના ડાયરેક્ટર અલી અબ્બાસે જણાવ્યું હતું કે,અમે દર્શકોના મનોરંજન માટે ફિલ્મમાં સ્ટંટ માટે 30થી 40 લાખની ગાડીઓ ઉડાવી દીધી છે. બડે મિયા છોટે મિયા મુવીમાં એક દિવસનો 3થી 4 કરોડ રુપિયા ખર્ચ હોવાનું અલી અબ્બાસે કહ્યું હતું. બડે મિયા છોટે મિયામાં જોરદાર સ્ટંટ સીન જોવા મળશે.