રેપર તરીકે વિશ્વભરમાં ખ્યાતિ ધરાવનાર બાદશાહ છેલ્લા ઘણા સમયથી એકટ્રેસ ગર્લફ્રેન્ડ ઇશા રિખી સાથે રિલેશનશીપમાં હોવાની ચર્ચાછે. ત્યારે હવે આ કપલ સંબંધિત મોટા સમાચર સામે આવ્યાં છે. અહેવાલ અનુસાર, બાદશાહ અને ઇશા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવાની તૈયારી કરી રહ્યા છે.
બાદશાહ અને ઇશા આ મહિનામાં જ લગ્ન કરવા જઇ રહ્યા હોવાના સમાચાર સામે આવ્યાં છે. ઉત્તર ભારતના ગુરુદ્વારામાં તેઓ લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છે. ઈશા કાલે જ લગ્નની ખરીદી કરતી શહેરમાં જોવા મળી હતી. હાલ બંનેના લગ્નની વાત માત્ર તેમના નિક્ટના મિત્રો જ જાણે છે. હાલ આ અંગે કોઈ અનાઉ્સ્મેન્ટ થયુ નથી.
ઉલ્લેખનીય છે કે, બાદશાહે જૈસ્મીન મસીહ સાથે પહેલા લગ્ન કર્યા હતા, આ લગ્ન સબંધમાં તેમને દીકરીનો જન્મ થયો હતો, આ દીકરીનું નામ જેસેમી ગ્રેસ મસીહ સિંહ છે. બાદશાહ અને જૈસ્મીને વર્ષ 2020માં અંગત કારણોસર એકબીજા સાથેથી છૂટા પડી ગયા હતા.
બાદશાહની પત્ની જૈસ્મીનન એક ઈસાઈ પરિવારમાંથી આવે છે અને તેનુ એક અલગ સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડ છે. આ કારણે ઘોડી, વરઘોડો અને ફેરાફરવાને બદલે બંનેએ ઈસાઈ રિવાઝ મુજબ લગ્ન કર્યા હતા. મીડિયામાં કોઈ કવરેજ સિવાય કપલે 2012માં લગ્ન કરી દીધા હતા. બાદશાહના ઘરે દીકરીનો જન્મ થતા ફેન્સને લગ્નની જાણકારી મળી હતી.