Bhojpuri Singer Devi : લગ્ન વગર માતા બની ભોજપુરી સિંગર દેવી, AIIMSમાં આપ્યો પુત્રને જન્મ

Bhojpuri Singer Devi Becomes Mother Without Marriage : ભોજપુરી ગાયિકા દેવી લગ્ન વગર માતા બની છે. સિંગરે સોશિયલ મીડિયા પર આ ખુશખબર આપતા પુત્ર સાથેનો ફોટો શેર પણ કર્યો છે.

Written by Ajay Saroya
September 11, 2025 15:01 IST
Bhojpuri Singer Devi : લગ્ન વગર માતા બની ભોજપુરી સિંગર દેવી, AIIMSમાં આપ્યો પુત્રને જન્મ
Bhojpuri Singer Devi : ભોજપુરી ગાયિકા દેવી સિંગલ મધર બની છે. પુત્રને જન્મ આપ્યો છે. ( Photo: Social Media)

Bhojpuri Singer Devi: ભોજપુરી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય ગાયિકા દેવીએ ચાહકોને ખુશખબર આપતા જણાવ્યું છે કે તેણે એક પુત્રને જન્મ આપ્યો છે. દેવી લગ્ન કર્યા વગર માતા બનતા હાલ ચર્ચામાંછે. હકીકતમાં દેવી એ આઈવીએફ દ્વારા ગર્ભધારણ કર્યું હતું. તાજેતરમાં તેણે ઋષિકેશની એઈમ્સમાં એક પુત્રને જન્મ આપ્યો છે અને હવે તે સિંગલ મધર બની ગઈ છે. એઈમ્સના ડોક્ટરે જણાવ્યું હતું કે દેવીએ જર્મનીની શુક્રાણુ બેંકના દાન દ્વારા આઈવીએફ ટેક્નોલોજી દ્વારા ગર્ભધારણ કર્યું હતું.

દેવીના પિતા પ્રમોદ કુમારે પણ આ સમાચારની પુષ્ટિ કરી છે અને માહિતી આપી છે કે તેણે 7 વર્ષ પહેલા આઈવીએફ હેઠળ ગર્ભવતી થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પ્રયાસ નિષ્ફળ ગયો હતો. આ વખતે સિંગરની ઈચ્છા પૂરી થઈ. દેવી સિવાય કન્નડ અભિનેત્રી ભાવના રમન્ના પણ તાજેતરમાં આઇવીએફ દ્વારા લગ્ન કર્યા વગર માતા બની છે.

સોશિયલ મીડિયા પર માતા બનવાની ખુશી ચાહકો સાથે શેર કરતી વખતે દેવીએ તેના પુત્રની પહેલી ઝલક પણ બતાવી છે. તેણે કેપ્શનમાં લખ્યું- મારો બાબુ છે.

દેવીને ચાહકો તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે. લોકો તેને માતા બનવા પર ખૂબ પ્રેમ આપી રહ્યા છે. સિંગિગ કરિયરની વાત કરીએ તો દેવીએ ભોજપુરી ઉપરાંત હિન્દી, મૈથિલી અને મગઘી ભાષાઓમાં ગીતો ગાયા છે. તેમણે 50 થી વધુ આલ્બમમાં પોતાનો અવાજ આપ્યો છે.

સાઉથની અભિનેત્રી ભાવના રમન્ના પણ 40 વર્ષની ઉંમરે આઇવીએફ ટેકનિક દ્વારા માતા બની છે. તેણે અગાઉ આ પોસ્ટ શેર કરી હતી અને કહ્યું હતું કે તે જોડિયા બાળકોની માતા બનવા જઈ રહી છે, પરંતુ કેટલીક ગૂંચવણોને કારણે, એક બાળકનું પેટમાં મોત નીપજ્યું હતું. બાદમાં રમન્નાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ