scorecardresearch

ભોલા રિવ્યૂ: અફલાતુન સ્ટંટ અને એક્શન સાથે ફિલ્મમાં રોમાન્સ- કોમેડી તમને ‘પૈસા વસૂલ’નો અહેસાસ કરાવશે

Bhola Rreview: અજય દેવગન અને તબ્બૂની ફિલ્મ ‘ભોલા’જોવા માટે તમારે પૈસા અને સમય આપવો જોઇએ કે નહીં તે સવાલોના જવાબ મેળવવા માટે વાંચો આ રિવ્યુ.

bhola movie review ajay devgan
અજય દેવગન અને તબ્બૂની ફિલ્મ 'ભોલા' રિવ્યૂ

બોલિવૂડનો સિંધમ અજય દેવગણની ફિલ્મ ‘ભોલા’ ગઇકાલે રામનવમીના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. સાઉથની સુપરહિટ તમિલ ફિલ્મ ‘કૈથી’ની ઓફિશિયલ રિમેક છે. શું ભોલાનું ટશન તમને તમારા થિયેટરની સીટ પર જકડીને રાખશે? આ બધાના જવાબો જાણવા માટે વાંચો આ રિવ્યુ.

ભોલાની કહાનીની વાત કરીએ તો તેની શરૂઆત તબુ (ડાયના) ના જોરદાર એક્શન સીનથી થાય છે. ડાયના જોસેફ એક પ્રામાણિક અને હિંમતવાન પોલીસ અધિકારી છે. ડાયના પોતાની ફરજ પ્રત્યે ખૂબ જ સતર્ક રહે છે. ડાયના ડ્રગ ડીલરની ટોળકી સાથે હાથ મિલાવીને મોટી માત્રામાં ડ્રગ્સ પકડવામાં સફળ થાય છે. આ દરમિયાન તે કેટલાક ગુંડાઓને પકડીને જેલમાં ધકેલી દે છે.

ડાયના અને તેની ટીમને એક ષડયંત્રનો શિકાર બનાવવામાં આવે છે. પોલીસકર્મીઓનો જીવ જોખમમાં છે, પરંતુ ડાયના બચી ગઈ. ડાયના સામે સૌથી મોટો પડકાર બેભાન પોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાનો છે. તે જ સમયે તેણે તેના પોલીસ સ્ટેશન પણ પહોંચવું પડશે, જેથી માફિયાઓ તે માલ વિશે જાણી ના લે. આ કામ માટે તે ભોલા (અજય દેવગણ)ની મદદ લે છે.

ભોલા દસ વર્ષ પછી જેલમાંથી છૂટ્યો છે. જેલમાં ભોલાને ખબર પડી કે તેની એક પુત્રી છે, જે લખનઉમાં રહે છે. તે તેની પુત્રીને મળવા માટે આતુર છે. વાર્તા આગળ વધે છે કે કેવી રીતે ભોલા મુશ્કેલીમાં મુકાય છે. તો શું ભોલા હવે તેની દીકરીને મળવા જશે કે પછી પોલીસકર્મીની મદદ કરશે? આ સવાલનો જવાબ જાણવા માટે તો તમારે ભોલા ફિલ્મ જોવી જોઇએ.

ફિલ્મમાં અભિષેક બચ્ચનનો રોલ દર્શકો માટે એક મોટું સરપ્રાઈઝ સાબિત થઈ શકે છે. અમલા પોલનો પણ ફિલ્મમાં એક નાનો રોલ છે. જો કે, એવી અપેક્ષા છે કે તેના બીજા ભાગમાં, અજય દેવગન સાથે અભિષેક બચ્ચન અને અમલા પોલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

જો તમે એક્શન ફિલ્મોના શોખીન છો તો ભોલા તમારા માટે જ બની છે. તમને ફિલ્મના સ્ટંટ, ફાઈટ સિક્વન્સ ગમશે. આ ફિલ્મમાં રોમાન્સ અને કોમેડી તમને ‘પૈસા વસૂલ’નો અહેસાસ કરાવશે.

આ પણ વાંચો: પરિણીતી ચોપરાના ચહેરા પર રાઘવ ચઢ્ઢાનું નામ સાંભળતા કંઇક આવા હતા હાવભાવ, લગ્નના સવાલ વિશે આપી પ્રતિક્રિયા

ફિલ્મના બેકગ્રાઉન્ડ મ્યુઝિક પર વધારે કામ કરવું જોઈતું હતું, જો કે 3Dમાં મુવી જોવી એ સિનેમેટિક અનુભવ હોઈ શકે છે. મ્યુઝિકની વાત કરીએ તો ‘નઝર લગ જાયેગી’ ગીત ખૂબ જ સુંદર છે. અભિનય અને કાસ્ટિંગ ફિલ્મનો મજબૂત પાસું છે. તબ્બુએ બહાદુર પોલીસની ભૂમિકાને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. તે ભાવનાત્મક દ્રશ્યોમાં પણ જીતવામાં સફળ થાય છે.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ડિવોર્સની ખબર પર પૂર્ણવિરામ લાગ્યુ, જુઓ વીડિયો

અજયની પત્નીના ગેસ્ટ રોલમાં અમલા પોલ સુંદર લાગી રહી છે. સંજય મિશ્રાએ હવાલદારની ભૂમિકાને સુંદર રીતે નિભાવી છે, જે પોતાના પોલીસ સ્ટેશનને માફિયાઓથી બચાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે દીપક ડોબરિયાલને એક ભયાનક વિલન તરીકે યાદ કરવામાં આવશે, ગજરાજ રાવ આશ્ચર્યચકિત થાય છે.

Web Title: Bhola review box office collection ajay devgan new upcoming movie

Best of Express