scorecardresearch

ઉર્ફી જાવેદે દિવાળીના પર્વનો ટોપલેસ વીડિયો શેર કરી પાઠવી શુભેચ્છા, યૂઝર્સે આપી પ્રતિક્રિયા

Diwali 2022: ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક ટેબલને મીઠાઇઓથી શણગારવામાં આવ્યું છે. જેમાંથી ઉર્ફી એક મીઠાઇ લે અને તેનો આનંદ માણતી નજર આવે છે. વીડિયોમાં ઉર્ફી મરૂન રંગના લહેંગામાં જોવા મળી રહી છે, પરંતુ ઉર્ફી ટોપ પહેરવાનું ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

ઉર્ફી જાવેદે દિવાળીના પર્વનો ટોપલેસ વીડિયો શેર કરી પાઠવી  શુભેચ્છા, યૂઝર્સે આપી પ્રતિક્રિયા
ઉર્ફી જાવેેદે ટોપલેસ થઇ ઇન્સ્ટાગ્રામ પર દિવાળીની શુભેચ્છા પાઠવી

ઉર્ફી જાવેદ ફરી એક વાર પોતાની અતરંગી ફેશન સ્ટાઇલને લઇ આવી ગઇ છે. જેને જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો. ઉર્ફી જાવેદ નવી નવી ડિઝાઇનો બનાવી પ્રયોગો કરે છે. ઉર્ફી ક્યારેક કેન્ડી ફ્લોસ તો ક્યારેક પ્લાસ્ટિકથી ડિઝાઇન કરેલી ડ્રેસ પહેરી એલગ એલગ વેશ ઘારણ કરે છે. ઉર્ફી જાવેદે એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો ઉર્ફીએ દિવાળીના ખાસ તહેવારને ધ્યાને રાખી પ્રશંસકો માટે શેર કર્યો છે. જેને જોઇને તમારી બોડી હલબલી જશે. કારણ કે વખતે ઉર્ફી જાવેદે બોલ્ડનેસની તમામ હદ વટાવી દીધી છે.

ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક ટેબલને મીઠાઇઓથી શણગારવામાં આવ્યું છે. જેમાંથી ઉર્ફી એક મીઠાઇ લે અને તેનો આનંદ માણતી નજર આવે છે. વીડિયોમાં ઉર્ફી મરૂન રંગના લહેંગામાં જોવા મળી રહી છે, પરંતુ ઉર્ફી ટોપ પહેરવાનું ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ઉર્ફી જાવેદે લહેંગા સાથે ટોપ પહેર્યું નથી. તે સોફા પર ટોપલેસ બેઠી જોવા છે. વિડિયો શેર કરતાં ઉર્ફી જાવેદે લખ્યું છે કે, “તમને બધાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” આ સાથે વિડિયોમાં ગીત ‘આજ જાને કી જીદ ના કરો’ સંભળાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચન સાથે kBCના સેટ પર થયો ગંભીર અક્સ્માત

ઉર્ફી જાવેદના વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પ્રતિભાવો આપી રહ્યા છે. રોહિત નામના યુઝરે લખ્યું કે, તમે આ ખોટું કરી રહ્યા છો. એક યુઝરે ઉર્ફી જાવેદના વિડીયો પર કટાક્ષ કરતા લખ્યું કે, “મને લાગ્યું કે દિવાળી પર ફટાકડાનો ડ્રેસ બનાવવામાં આવશે.”

View this post on Instagram

A post shared by Uorfi (@urf7i)

આ પણ વાંચો: જયા બચ્ચને મીડિયા પર ઠાલવ્યો આક્રોશ કહ્યું….શું તમને શર્મ નથી આવતી?

અનુષ્કા નામની એક યુઝરે લોકોને ઉર્ફી જાવેદને રિપોર્ટ કરવાની સલાહ આપી લખ્યું હતું કે, “આને રિપોર્ટ કરવાનુ શરૂ કરી દો” તો અન્ય એક યુઝરે લખ્યું છે કે “દિવાળી હિંદુ ધર્મ સાથે જોડાયેલ તહેવાર છે, તેથી આવો વીડિયો ટોપલેસ શેર કરવો એ તહેવારની મજાક ઉડાવવા સમાન છે.” જયારે ઋષભ નામના યુઝરે લખ્યું છે કે “નાના બાળકો ઇન્સ્ટાગ્રામ ચલાવે છે. આવા વિડિયો ન મૂકશો.

Web Title: Big boss fame urfi javed diwali 2022 topless video instagram

Best of Express