બિગ બોસની 16મી સિઝનનો 1 ઓક્ટોબરથી પ્રારંભ થઇ ગયો છે. ત્યારે આ સિઝનના પ્રથમ સપ્તાહનો હિરો જે ખૂબ ચર્ચામાં રહ્યો છે તે છે અબ્દૂ રોજિક. આ સિવાય ઇમલી ફેમ સુંબુલ તૌકરી પણ દર્શકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવામાં કામયાબ રહી હતી. શોમાં સુંબુલ તૌકરીનો સંબંધ શાલીન ભાનોટ સાથે ગાઢ બનતો દેખાઇ રહ્યો છે.
સુંબુલ તૌકરી અને શાલીન ભાનોટની ખુબ પ્યારી મિત્રતા જોવા મળી રહી છે. આ જોડી દર્શકોનું ખૂબ મનોરંજન કરી રહી છે. સુંબુલ અને શાલીન બિગ બોસના ઘરમાં એકબીજા સાથે સમય પણ વિતાવતા નજર જોવા મળી રહ્યાં છે. બિગ બોસના ઘરની સાથે સોશિયલ મીડિયા પર પણ બંનેની મિત્રતાની ચર્ચા થઇ રહી છે.
અબ્દૂ રોજિકએ તો શોના પ્રારંભના પ્રથમ સપ્તાહમાં જ દર્શકોની સાથે સલમાન ખાનના દિલમાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે. જેના કારણે હવે સલમાન ખાન પોતે અબ્દૂની મનપસંદ ગિફ્ટ લઇ બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરશે. આ એપિસોડની એક ઝલક સામે આવી છે. જેમાં સલમાન ખાન તજાકિસ્તાનથી આવેલ કન્ટેસ્ટન્ટ અબ્દૂ રોજિક માટે ગિફ્ટ લઇને બિગ બોસના ઘરમાં પ્રવેશ કરે છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, અબ્દુ સલમાન ખાન પાસેથી ગિફ્ટ મેળવીને ખુબ ખુશ લાગે છે.
આ ગિફ્ટ પાછળનું રહસ્ય એ છે કે, અબ્દૂએ સલમાન ખાન પાસે નાની સાઇઝના ડંબલ માંગ્યા હતા. સલમાન ખાને અબ્દૂની આ ઇચ્છા પૂરી કરતા તે અત્યંત ખુશ છે. અબ્દૂ હાલ લોકોનો ફેવરિટ બની ગયો છે. ઘરમાં તેમની એક્ટિવિટી લોકોને ખૂબ પસંદ આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, બિગ બોસના ઘરમાં પ્યાર, મોહબ્બત અને ઝઘડા તો થવાના જ છે. એક તરફ સુંબુલ અને શાલીનીની મિત્રતા ગાઢ બનતી જઇ રહી છે. તો બીજી તરફ અન્ય કંન્ટેસ્ન્ટ વચ્ચે લડાઇ શરૂ થઇ ગઇ છે. ત્યારે આ સિઝનને સોશિયલ મીડિયા પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
પ્રોડ્યૂસર સાજીદ ખાનની બિગ બોસમાં એન્ટ્રીને લઇને તો જબરદસ્ત માહોલ સર્જાયો છે. સિંગર સોના મોહાપાત્રાને સાજીદ ખાનની બિગ બોસમાં એન્ટ્રીને લઇને ઠપકો આપવામાં આવ્યો છે. સાજીદ ખાન સાથે તેમણે મીટૂના અન્ય આરોપી