Bigg Boss 18 Start Date: બિગ બોસ ઓટીટી 3 હાલ ઘણી ચર્ચામાં છે, જોકે શોના દર્શકો સલમાન ખાનને ખૂબ મિસ કરી રહ્યા છે, કારણ કે આ વખતે તે હોસ્ટ નથી કરી રહ્યા, પરંતુ અનિલ કપૂરે આ શોની જવાબદારી સંભાળી લીધી છે. જે લોકો સલમાન ખાનને મિસ કરી રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે. હા! સલમાન ટૂંક સમયમાં જ પરત ફરવાનો છે, પરંતુ બિગ બોસના ઓટીટી વર્ઝન માટે નહીં પરંતુ બિગ બોસ સીઝન 18 માટે.
ધ ખબરીના રિપોર્ટ મુજબ આ શો સપ્ટેમ્બરના અંતમાં અથવા ઓક્ટોબરની શરૂઆતમાં ટેલિવિઝન પર શરૂ થઇ શકે છે. આ સાથે જ અન્ય રિપોર્ટ્સમાં પણ કહેવામાં આવી રહ્યું છે કે આ શો કલર્સ પર 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ માટે મોટા સ્ટાર્સનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર તમામ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શોએબ ઇબ્રાહિમ આ બિગ બોસ 18મી સિઝનમાં જનાર પ્રથમ કન્ફર્મ કન્ટેસ્ટન્ટ છે. સ્પર્ધકોના નામની પુષ્ટિ ભલે હજુ સુધી ન થઈ હોય, પરંતુ આ સીઝનમાં બધાના ફેવરિટ હોસ્ટ સલમાન ખાન જોવા મળવાના છે, તેની પુષ્ટિ તમામ રિપોર્ટ્સમાં થઈ રહી છે.
સલમાન ખાનનો બિન્દાસ અંદાજ અને સ્પર્ધકોને સમજવાની અને સમજાવવાની રીત દરેકને પસંદ છે. આવી સ્થિતિમાં, ચાહકો ઈચ્છી રહ્યા છે કે સલમાન ખાન શોમાં પાછો ફરે. બિગ બોસ ઓટીટી 3 માં પણ લોકો અનિલ કપૂરને પસંદ કરી રહ્યા છે, પરંતુ તેમ છતાં ઘણા લોકો કહે છે કે સલમાન ખાનને કોઈ રિપ્લેસ કરી શકશે નહીં.
આ પણ વાંચો | બિગ બોસ સ્પર્ધક વિશાલ પાંડે અને અરમાન મલિક પાસે કેટલી સંપત્તિ છે? બંને માંથી કોણ સૌથી ધનવાન છે?
બિગ બોસ નું ડિજિટલ વર્ઝન બિગ બોસ ઓટીટી ની ત્રીજી સીઝન ટૂંક સમયમાં જ પૂરી થવા જઈ રહી છે. અનિલ કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવેલા આ શોનો ગ્રાન્ડ ફિનાલે 4 ઓગસ્ટના રોજ યોજાશે. હાલમાં આ શોમાં અરમાન મલિક, રણવિર શોરે, કૃતિકા મલિક, સના મકબૂલ, વિશાલ પાંડે, લવકેશ કટારિયા, નાઇઝી, સૈકેતન રાવ અને શિવાની કુમારી છે, જેમની વચ્ચે જોરદાર ટક્કર થવાની છે.