બિગ બોસ OTT 2ની દર્શકો ઉત્સાહભેર રાહ જોઇ રહ્યા છે. શોની બીજી સીઝન 17 જૂનથી સ્ટ્રીમિંગ શરૂ થશે. તેવામાં શોમાં કન્ટેસ્ટન્ટને લઇને દર્શકોએ ઘણા અનુમાન લગાવ્યા છે. પરંતુ હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગ્યું છે. કારણ કે શોના સ્ટ્રીમિંગના 3 દિવસ પહેલાં મેકર્સે કન્ટેસ્ટન્ટની યાદી જાહેર કરી દીધી છે. જેમાં ઘણા એવા નામો સામેલ છે જે રસપ્રદ છે. તેમજ આ વર્ષે ખુબ જ ચર્ચામાં પણ રહ્યા છે. તો આ અહેવાલમાં જાણો કન્ટેસ્ટન્ટની સંપૂર્ણ યાદી.
બિગ બોસ OTT 2માં બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્ધીકીની પત્ની આલિયા ભાગ લઇ શકે છે.Bigg Boss _Takના ટ્વિટર હેન્ડલ પર શોના ફાઇનલ કન્ટેસ્ટન્ટની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં આલિયા સિદ્દીકી, અકાંક્ષા પુરી, અવિનાશ સચદેવ, જિયા શંકર, પુનીત સુપસ્ટાર, બેબિકા, ધુર્વે, ફલક નાઝ, મનીષા રાજી, અભિષેક મલ્હાન, પલક પુરસ્વાની, શ્રુતિ સિન્હા સહિત સ્પિલ્ટ્સવિલા અને રોડીઝ જેવા રિયાલિટીનો શોનો હિસ્સો રહી ચૂકેલી કેવિન અલ્માસિફરનું નામ સામેલ છે.
મહત્વનું છે કે, બિગ બોસ OTT 2ની સલમાન ખાન કરશે. જ્યારે પ્રથમ સિઝનમાં કરણ જોહર હોસ્ટના રૂપમાં જોવા મળ્યો હતો અને તેની વિજેતા દિવ્યા અગ્રવાલ હતી. નવાઇની વાત એ છે કે, સલમાન ખાન પહેલીવાર બિગ બોસ OTT સીઝનને હોસ્ટ કરશે.
આ પણ વાંચો: કરણ દેઓલની સગાઇમાં ધર્મેન્દ્ર અને સની દેઓલે કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો
Jio સિનેમાના ડિજિટલ પ્લેટફોર્મે આ શોનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ચેનલના હેન્ડલે કેપ્શનમાં લખ્યું છે કે ‘દરેકનો ફેવરિટ સલમાન ખાન ભારતનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ OTT પર લાવી રહ્યો છે. અને આ વખતે તમે રોપશો અને તમે બચાવશો! Jio સિનેમા પર Bigg Boss OTT સીઝન 2 જુઓ!’





