Bigg Boss OTT 2: બિગ બોસ ઓટીટી 2નો પહેલો વીકેન્ડ કા વાર રિલેઝ કરવામાં આવ્યો હતો. જેને સલમાન ખાને હોસ્ટ કર્યો હતો. સલમાન ખાને પહેલા અઠવાડિયે જ કેટલાક સ્પર્ધકોને ઠપકો આપ્યો અને તેમના ચહેરા પરથી જુઠ્ઠાણાનો માસ્ક પણ હટાવી દીધો. આ શોની શરૂઆત હોસ્ટ અને એક્ટર મનીષ પોલ સાથે થઈ હતી.
મનીષે શોમાં એક ટાસ્ક આપ્યો જેમાં ઘરના સભ્યોને એકબીજાને અજીબ ફિલ્મના નામ આપવાના હતા. આ વચ્ચે સલમાન ખાન મંચ પર આવે છે અને સલમાન ખાને સ્પર્ધક અભિષેકને જણાવ્યું હતું કે, તેમણે ઘરમાં શાનદાર એન્ટ્રી કરી છે, પરંતુ તે હવે ખુલીને બહાર આવી રહ્યો નથ. ભાઇજાન મલ્હાનને શોમાં જે ઉત્સાહ સાથે પ્રવેશ કર્યો હતો તેને પાછો લાવવા કહે છે.
અભિષેક અને મલ્હાન પછી સલમાન ખાને આકાંક્ષા પુરીને આડે હાથ લીધી હતી. પહેલા સલમાને આકાંક્ષાને એક ખાસ સીટ એટલે કે કાંટાવાળી ખુરશી પર બેસાડી. પછી તેણે ઠપકો આપ્યો. સલમાન પુરીને પૂછે છે કે શા માટે તે સતત બબિકાને શરમાવે છે, તેને ખતરનાક ગણાવે છે, તેની માનસિક સ્થિતિ અને માનસિક સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવે છે અને તેના માટે મેડિકલ ચેકઅપનું સૂચન કરે છે.
સલમાને પુરીને કહ્યું કે, તમારી આ વાતો અની ખોટી કથા સેટ કરવાની આદત ધરની અંદર પણ છે અને બહાર પણ છે, તેને ખોટી આદતો સાંભળવાની આદત નથી. જો તમને લાગે કે. બેબિકા તમને દુખ પહોંચાડી રહી છે તો તું ખોટી બોલી રહી છે,સલમાને આલિયા સિદ્દિકીને ફટકારી લગાવી હતી. આલિયા ધરના સભ્યોની સામે નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે પોતાના સંબંધને અસફળ વાતો કરતી જોવા મળી છે. જેના માટે સલમાને તેને સમજાવતા કડવી વાત કહી હતી.





