Bigg Boss OTT 3 Finale Winner Name: બિગ બોસ ઓટીટી 3નો ગ્રાન્ડ ફિનાલે આજે છે, અને આ સિઝનને આજે તેનો વિજેતા મળશે. તો બીજી બાજુ બિગ બોસ ઓટીટી 3 માંથી બહાર રહેલા સ્પર્ધકો ઇન્ટરવ્યુ આપવામાં વ્યસ્ત છે. વિશાલ પાંડેનો એક ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેણે અરમાન મલિક, પાયલ મલિક અને કૃતિકા મલિકને ટેગ કર્યા છે. એક ઇન્ટરવ્યૂમાં જ્યારે વિશાલ પાંડેને અરમાન, કૃતિકા, પાયલ અને બિગ બોસ ઓટીટી 3ના અન્ય સ્પર્ધકો વિશે પૂછવામાં આવ્યું અને તેમને ટેગ આપવાનું કહ્યું તો જાણો વિશાલે શું કહ્યું?
વિશાલ પાંડે એ બિગ બોસ ઓટીટી 3 સ્પર્ધકને આપ્યા વિચિત્ર ટેગ
વિશાલ પાંડે એ અરમાન મલિકને હેશટેગ બળદ બુદ્ધિ કહ્યો છે. વિશાલે કૃતિકા મલિકને હેશટેગ નો બ્રેન કહી છે. તો પાયલ મલિકને વિશાલે હેશટેગ સેન્સલેસ કહી છે. વિશાલ પાંડે લવકેશને હેશટેગ બ્રધર કહ્યો હતો. વિશાલ પાંડે સના મકબૂલને હેશ ટેગ મકબૂલુ કહી છે. વિશાલે અદનાનને ફ્રેન્ડનો ટેગ આપ્યો. વિશાલે એલ્વીશને હેશટેગ સી યુ સુન કહ્યું છે.

બિગ બોસ ઓટીટી 3 સ્પર્ધક વિશાલ પાંડે એ ફૈઝુને હેશટેગ વોટ્સએપ કહ્યું હતું. વિશાલે નેઝીને હેશટેગ ક્યા બોલતે બા કહ્યું હતું. આ સાથે જ વિશાલ પાંડેએ રણવિર શૌરીને લુચ્ચું શિયાળ કહ્યો છે. તો વિશાલ પાંડે એ સાંઈ કેતન સાવને સાઈડ કેતનનો ટેગ આપ્યો હતો.
આં પણ વાંચો | બિગ બોસ ઓટીટી 3 ફિનાલે માંથી કૃતિકા મલિક બહાર; કોણ બનશે વિજેતા સાઈ, સના, શૌરી કે નેઝી
બિગ બોસ ઓટીટી 3 સ્પર્ધક વિશાલ પાંડે કોણ છે?
વિશાલ પાંડે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને એક્ટર છે. વિશાલે ટિકટૉક પર વીડિયો બનાવવાનું શરૂ કર્યું. સમીક્ષા સૂદ અને ભાવિન ત્રણ તિગાદા હેશટેગ સાથે વીડિયો બનાવતા હતા. આ ત્રણેયની યુટ્યુબ ચેનલ પણ છે.
વર્ષ 2020માં જ્યારે ચાઈનીઝ શોર્ટ વીડિયો એપ ટિકટૉક પર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો તો ત્રણેયે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાનું શરૂ કરી દીધું, પરંતુ પછી ત્રણેયને અલગ-અલગ કામ મળવા લાગ્યા અને હવે સાથે મળીને વીડિયો બનાવવાનું બંધ કરી દીધું. પરંતુ ત્રણેયની મિત્રતા હજુ પણ અકબંધ છે. વિશાલ પાંડેને અરમાન મલિકે થપ્પડ મારી ત્યારે સમીક્ષા સૂદે વિશાલના સમર્થનમાં ખુલ્લેઆમ પોસ્ટ કરી હતી.





