Bigg Boss 3 Grand Finale : બિગ બોસ ઓટીટી સીઝન 3 (Bigg Boss OTT 3) નું આજે 2 ઓગસ્ટ 2024 ના શુક્રવારે રાત્રે 9 pm વાગે ફિનાલે છે. આ રિયાલિટી શો 21 જૂને શરૂ થયો હતો અને 2 ઓગસ્ટે સમાપ્ત થશે. આજે બિગ બોસ 3 ફિનાલે (Bigg Boss 3 Grand Finale) હોવાથી પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે વિજેતા કોણ બનવાનું છે.
બિગ બોસ 3 ટોપ 5 કન્ટેસ્ટન્ટ (Bigg Boss 3 Top 5 Contestants)
બિગ બોસ 3 માં ટોપ 5 કન્ટેસ્ટન્ટ ફિનાલેમાં છે. શોમાં સના, રણવીર, નેઝી, સાઇ કેતન રાવ અને કૃતિકા મલિક તેના પાંચ ફાઇનલિસ્ટ તરીકે છે. અનિલ કપૂર દ્વારા હોસ્ટ કરવામાં આવેલ આ શો જૂનમાં 17 સ્પર્ધકો સાથે સ્ટ્રીમિંગ શરૂ થયો હતો.
અરમાન મલિક અને તેની બે પત્ની પાયલ અને કૃતિકા, લવકેશ કટારિયા જેવા યુટ્યુબર્સ, દિલ્હીની ‘વડા પાવ ગર્લ’ ચંદ્રિકા દીક્ષિત, પત્રકાર દીપક ચૌરસિયા, ટેલિવિઝન અભિનેતા પૌલોમી દાસ સ્પર્ધકોમાં સામેલ હતા. ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા ચલાવવામાં આવેલા મતદાન મુજબ, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સ દ્વારા મળેલા મતના આધારે સના મકબુલ વિજેતા તરીકે ઉભરી આવી છે.
સનાએ 40 ટકાથી વધુ મતો જીત્યા હતા, જેમાં બીજા ક્રમે નેઝી અને રણવીર શૌરી ત્રીજા સ્થાને છે. સાઈ કેતન રાવ પણ એક મજબૂત સ્પર્ધક છે અને તે પણ વિનર બનવાની અપેક્ષા છે અથવા એવું લાગે છે કે તે ટોચના ત્રણમાં આવી શકે છે.
આ પણ વાંચો: Bigg Boss OTT 3: શિવાની કુમારી એ બિગ બોસ ઓટીટી 3 માંથી કેટલી કમાણી કરી? દર અઠવાડિયાની ફી જાણી ચોંકી જશો
ગ્રાન્ડ ફિનાલેના થોડા દિવસો પહેલા, અરમાન મલિક અને લવકેશ કટારિયાને એક આશ્ચર્યજનક મિડનાઇટ ઇવિક્શનમાં શોમાંથી બહાર કરવામાં આવ્યા હતા. નાબૂદ થયા પછી, લવકેશ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થયો અને દાવો કર્યો કે તેને અન્યાયીથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે નિર્માતાઓ તેની વિરુદ્ધ પૂરતા મતો એકઠા કરી શક્યા ન હોવાથી કોઈપણ સમજૂતી વિના તેને દૂર કરવાનું પસંદ કર્યું હતું. તેણે એમ પણ કહ્યું કે તે આ શોને તેના વ્લોગ્સ પર એક્સપોઝ કરશે. તેણે સના મકબુલ માટે પણ ઉત્સાહ વ્યક્ત કર્યો અને કહ્યું કે તે અપેક્ષા રાખે છે કે તે વિજેતા બને. બિગ બોસ OTT 3 ફિનાલે JioCinema પર રાત્રે 9 વાગ્યાથી પ્રસારિત થશે.





