Bigg Boss OTT 3: રિયાલિટી શો બિગ બોસ ઓટીટીની 3 સીઝન 21 જૂનથી શરૂ થઇ રહી છે. આ શોનું ગ્રાન્ડ પ્રીમિયર જિયો પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે, જેમાં આ સિઝનના ધમાકેદાર સ્પર્ધકો જોરદાર એન્ટ્રી લેવા જઇ રહ્યા છે. આ વખતે સલમાન ખાન નહીં પણ અનિલ કપૂર બિગ બોસ ઓટીટી શોના હોસ્ટ છે. મેકર્સે શો શરૂ થવાના એક દિવસ પહેલા બિગ બોસના ઘરની ઝલક આપી છે. બીબી હાઉસ તો એ જ છે, પરંતુ આ વખતે તેને ખૂબ જ લક્ઝુરિયસ રીતે તૈયાર કરવામાં આવ્યું છે.
બિગ બોસ હાઉસ (Big Boss House)
બિગ બોસ ઓટીટી મેકર્સે આનો એક વીડિયો શેર કર્યો છે, જેની શરૂઆત બીબી હાઉસના મુખ્ય ગેટથી થાય છે, ગેટની બંને બાજુ શેતાન છે, જેના હાથમાં તલવાર જોવા મળી રહી છે. આ પછી ગાર્ડન એરિયામાં એન્ટ્રી થાય છે. જેમાં સ્વિમિંગ પુલ એરિયાને ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.
આ પછી એક મોટા રાક્ષસનો ચહેરો આવે છે, તેના મોંમાંથી પાણી ટપકી રહ્યું છે અને નીચે એક નાનો પૂલ છે. ત્યાર બાદ આવે છે જિમ એરિયા, જેમા આ વખતે પહેલા કરતા વધારે ઇક્વિપમેન્ટ બતાવવામાં આવ્યા છે.
આ પછી લિવિંગ એરિયામાં એન્ટ્રી થાય છે, જ્યાં ડ્રેગન બને છે, પછી કિચન એરિયા આવે છે જેને ખૂબ જ ખાસ રીતે સજાવવામાં આવે છે. આ રીતે ઘરના દરેક ખૂણાની ઝલક જોવા મળે છે. આ વખતે ઘરની દિવાલો પર ભૂત, શેતાન, ડ્રેગન તેમજ જોકરના ફોટા લગાડવામાં આવ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ વખતે કોન્સેપ્ટ એકદમ મજેદાર બની રહેશે.

આ પણ વાંચો | સોનાક્ષી – ઝહીરના લગ્ન વિશે શત્રુઘ્ન સિંહાએ મૌન તોડ્યું, કહ્યું – ખામોશ, તમારા કામ થી કામ રાખો
બિગ બોસ ઓટીટી 3 – કન્ટેસ્ટન્ટ
બિગ બોસ ઓટીટી 3 સીઝન બહુ ધમાકેદાર અને મજેદાર રહેશે. આ સીઝનના કન્ટેસ્ટન્ટમાં દિલ્હીની વડા પાવ ગર્લના નામથી જાણીતી ચંદ્રિકા દીક્ષિતને બિગ બોસ ઓટીટી સીઝન 3 માટે પ્રથમ કન્ફર્મ સ્પર્ધક જાહેર કરવામાં આવી છે. તેની સાથે જ સાઈ કેતન રાવ, શિવાની કુમારી સહિત અન્ય ઘણી હસ્તીઓ પણ આ શો સાથે જોડાય તેવી અટકળો ચાલી રહી છે. અંજુમ ફકીહ, સના મકબૂલ, સના સુલતાન અને મીકા સિંહ, યુટ્યુબર અરમાન મલિક પણ તેની બંને પત્નીઓ પાયલ અને કૃતિકા સાથે બિગ બોસ ઓટીટી ૩ માં ભાગ લે તેવી સંભાવના છે.





