Vada Pav Girl Chandrika Dixit Bigg Boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 ભાગ લીધા બાદ ચંદ્રિકા દીક્ષિત ઉર્ફ દિલ્હીની વડા પાવ ગર્લની ઇમેજ બદલાઇ ગઇ છે. લોકોએ તેના વિશે અને તેના કરિયર વિશે જાણ્યું છે. તેમનું કહેવું છે કે જો કોઈ 10 મિનિટ સુધી તેની બાજુમાં બેસી રહે છે તો તેના માટે તેનો અભિપ્રાય સંપૂર્ણપણે બદલાઈ જશે. ચંદ્રિકા દીક્ષિત 24 દિવસ બિગ બોસના ઘરમાં વિતાવ્યા છે.
હાલ તે બિગ બોસ ઓટીટી 3 માંથી બહાર થઇ ગઇ છે. તેણીએ ઇન્ડિયન એક્સપ્રેસને આ રિયાલિટી શોમાં વિતાવેલા દિવસ અને અનુભવ વિશે જણાવ્યું હતું. આ દરમિયાન વડા પાવ ગર્લે એ પણ જણાવ્યું હતું કે તે હજુ પણ વડા પાવનો સ્ટોલ લગાવશે કે નહીં. ચંદ્રિકા દીક્ષિતે વિશાલ પાંડે વિશે પણ કહ્યું કે, જ્યારે તે તેની નજીક હોય છે ત્યારે તે અસહજ થઈ જાય છે. ચાલો જાણીયે

બિગ બોસ ની જર્ની વિશે ચંદ્રિકા દીક્ષિતએ કહ્યું કે, મેં મારા 3 વર્ષના બાળક અને પતિ વગર બિગ બોસના ઘરમાં 3 અઠવાડિયા વિતાવ્યા હતા. તે મારા માટે થોડું મુશ્કેલ હતું. ત્યાં ગયા પછી મારી ઇમેજ સાવ બદલાઈ ગઈ છે. લોકોએ ફક્ત એક જ બાજુ જોયું કે હું લડું છું. પણ હું શા માટે લડી તે કોઈએ જોયું નહિ. કોઈએ એ નથી જોયું કે હું કેટલી પ્રેમાળ અને કાળજી લેતી હતી.
24 દિવસ બાદ પુત્રને મળવા અંગે પૂછવામાં આવતા વડા પાવ ગર્લ ચંદ્રિકા દીક્ષિતે જણાવ્યું કે, હું 24 દિવસ સુધી તેનાથી દૂર રહી હતી. હું સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કામ કરું છું, તેમ છતાં મને મારો પુત્ર જોઈએ છે. હું તેને ગળે લગાવીને સૂઈ જાઉં છું. હું બેડરૂમમાં જતી નથી કારણ કે તેમની નજીક જવાથી મને મારા પુત્રની યાદ આવતી હતી અને તે બીમાર હતો. ભગવાનનો આભાર કે મને શોમાંથી બહાર કરી દેવામાં આવી છે. તે મને વળગી ગયો. બહુ ડરેલો છે. હું તેના માટે કંઈ પણ કરી શકું છું.
બિગ બોસ માંથી બહાર આવ્યા બાદ ચંદ્રિકા દીક્ષિત વડા પાવનો સ્ટોલ લગાવશે?
આ ઇન્ટરવ્યૂમાં ચંદ્રિકા દીક્ષિતને વડા પાવ સ્ટોલ લગાવવા અંગે પણ સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે કહ્યું હતું કે,’મારી ઓળખ વડાપાંવ વેચીને બની છે. આ મારું અસ્તિત્વ છે. જ્યારે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી, ત્યારે આ મારી ઓળખ બની હતી. તેથી હું તે ચાલુ રાખીશ પરંતુ હું આગળ પ્રગતિ કરવા વિશે પણ વિચારીશ.
આ પણ વાંચો | અરમાન મલિક જ નહીં આ યુટ્યુબર પણ બે પત્ની સાથે રહે છે, રસપ્રદ છે પ્રેમ કહાણી
ચંદ્રિકા દીક્ષિતે વિશાલ પાંડે વિશે વાત કરી હતી
બિગ બોસ ઓટીટી 3 શોમાં તમે જોયું હશે કે, મે બે મોટા મુદ્દા પર હંગામો મચાવ્યો હતો. પ્રથમ વિશાલ પાંડેની અરમાન મલિકની પત્ની કૃતિકા વિશે ટિપ્પણી અને બીજી છે ચંદ્રિકાએ સાંઈ દ્વારા મસાજની ઓફર કરવી. આવી સ્થિતિમાં વડા પાવ ગર્લ શોમાંથી બહાર આવ્યા પછી વિશાલ પાંડે વિશે કહ્યું કે, વિશાલ પાંડેની આસપાસ રહીને હું અસહજ અનુભવતી હતી. કારણ કે તેણે એક છોકરીનું અપમાન કર્યું હતું. મેં માત્ર મારી વાત રાખી, મેં ક્યારેય કોઈને વિશાલની નજીક જતા રોક્યા નથી. આ મામલો પતિ-પત્ની વચ્ચેનો હતો. હું ક્યારેય અરમાનની તરફેણમાં ઊભી નથી રહી. હું ફક્ત કૃતિકા માટે ઊભી હતી. એક છોકરીને તેના શરીર દ્વારા જજ કરવામાં આવી રહી હતી, જે યોગ્ય ન હતું.





