બિહારમાં સાતમાં ધોરણના પ્રશ્નપત્રને લઇ વિવાદ ઉભો થયો છે. બિહારના કિશનગંજ જિલ્લાની એક શાળામાં ધોરણ 7ની પરીક્ષા પેપરમાં કશ્મીરને અલગ દેશ તરીકે દર્શાવવામાં આવ્યો છે. જેના કારણે લોકો રોષે ભરાયા છે. આ દરમિયાન ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ તીખી પ્રતિક્રિયા આપી છે.
વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કર્યું છે કે, આ કોઇ ભૂલ નથી. આ પ્રકારની ઘટના બનતી જ આવી છે. એમાં કોઇ આશ્ચર્યની વાત નથી. કાશ્મીરને લઇ ફેલાઇ રહેલી જાગૃતતાને કારણે આ વખતે આવી ઘટના સામે આવી છે. જો આ કોઇ ભુલ છે તો ખરેખર આ ખુબ શરમજનક બાબત છે. વિવેક અગ્નિહોત્રીના આ ટ્વિટ પર અન્ય યૂઝર્સે પણ આ ઘટનાને શર્મજનક ગણાવી છે. જ્યારે અન્ય યૂઝર્સે વિવેકની મજાક ઉડાવી છે.
વિવેક અગ્નિહોત્રીના આ ટ્વીટને લઇ સૌરવ સિંહે ટિપ્પણી કરી છે કે, ક્યારેક બિલકિસ બાનો માટે પણ અવાજ ઉઠાવો? તેમજ કાશ્મીરી પંડિતો પ્રત્યે ખરેખર લગાણી હોતો તો પહેલા સરકારને પ્રશ્ન કરેત. તમારા જેવા લોકો સર્કસ ચલાવે છે. તમારો મુદ્દો બને ભાડમાં જાય જનતા. કાયર
અન્ય એક યૂઝર પંકજ જાએ લખ્યું કે, મને વિશ્વાસ છે કે આ જાણીજોઇને કરવામાં આવ્યું છે અને આ ષડયંત્રમાં સામેલ તમામ લોકો પર દુશ્મની નિભાવવાનો કેસ કરવો જોઇએ. દુરભાગ્ય કે આપણે ઉત્તર કોરિયા નથી નહીંતર અત્યાર સુધીમાં ખવડાવી દેવામાં આવ્યું હોત.
તમને જણાવી દઈએ કે વિવેક અગ્નિહોત્રી કાશ્મીર અથવા કાશ્મીરી હિંદુઓની વિવાદાસ્પદ ટિપ્પણી પર ચોક્કસપણે પ્રતિક્રિયા આપે છે. આ પહેલા પણ અગ્નિહોત્રીએ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાના નિવેદન પર સખત નારાજગી વ્યક્ત કરી હતી. ટાર્ગેટ કિલિંગ પર વિવાદિત નિવેદન આપતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ બધું ચાલુ રહેશે.
વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું, “આ લોકો કલમ 370 નાબૂદ થવાથી દંગ છે. જેવી રીતે વિસ્તારમાં કોઈ ગુંડો રાત્રે જઈને લોકોના ઘરોમાં તોડફોડ કરે છે, આગ લગાડે છે અને બીજા દિવસે સવારે ઉઠીને કહે છે કે પોલીસ કેમ કંઇ કરતી નથી. તેમના સ્વરૂપ છે. તમે એ કહેવત તો સાંભળી જ હશે કે હાંથીના ખાવાન દાંત અલગ અને દેખાડવાના અલગ હોય છે. બસ આ જ કહેવત એ સાર્થક કરે છે એટલે કે તેમના પણ ખાવાના અલગ અને દેખાડવાના દાંત અલગ છે.