ટ્રાન્સજેન્ડર એક્ટ્રેસ બોબી ડાર્લિંગ ચાર વર્ષ પછી મુંબઈ પરત ફરી છે અને હવે તેને કામની ખૂબ જ જરૂર છે. તે કહે છે કે તે ડિપ્રેશન સામે ઝઝૂમી રહી છે પરંતુ તેને ક્યાંયથી કોઈ મદદ મળી રહી નથી. જો આવું જ ચાલુ રહ્યું તો તે મોટું પગલું ભરી શકે છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બોબીએ ખુલાસો કર્યો હતો કે તેણે એકતા કપૂરને મેસેજ કરીને કામ પણ માંગ્યું છે.
સિદ્ધાર્થ કન્નનને આપેલા ઇન્ટરવ્યુમાં બોબીએ જણાવ્યું હતું કે તેણે એકતા કપૂર પાસેથી કામ માંગ્યું છે. તેણે એકતાને કહ્યું હતું કે તેણે અગાઉ 2005 માં આવેલી ફિલ્મ ‘ક્યા કૂલ હૈ હમ’ માં કામ કર્યું છે. જેનું નિર્માણ એકતા દ્વારા કરવામાં આવ્યું હતું. બોબીએ કહ્યું હતું કે, મેં એકતા કપૂરને મેસેજ કર્યો હતો કે હું તમારા પગે પડું છું, મને કામની ખૂબ જ જરૂર છે, હું ડિપ્રેશનમાં છું, મને ફ્રસ્ટ્રેશન થઈ રહ્યું છે, હું સુશાંત સિંહ રાજપૂતની જેમ આત્મહત્યા કરી શકું છું.
તેણીએ કહ્યું, “અલબત્ત, રિતેશ (દેશમુખ) નું કામ અમારા કરતા ઘણું સારું હતું, બધું ટીમવર્ક જ હોય છે. હું ઐશ્વર્યા રાય (બચ્ચન) નથી.”
બોબીએ એ પણ ખુલાસો કર્યો કે તેણીને ડર હતો કે તે કોઈ મોટુનં પગલું ભરશે, જેના કારણે તેણીને મુંબઈ છોડવાની ફરજ પડી. પરંતુ હવે જ્યારે તે મુંબઈ પાછી આવી ગઈ છે, ત્યારે તે કામ કરવા માંગે છે. “કામ માંગી રહી છું, કામ તો જોઈએ. જો હું બોમ્બેમાં રહીને કામ ન કરું, તો શું કરૂં? હું બારમાં ડાન્સ કરવા માટે પાછી જઈ શકતી નથી.”
આ પણ વાંચો: ક્યૂંકી સાસ ભી કભી બહુ થી 2 પહેલો પ્રોમો, આ તારીખ થશે રિલીઝ
બોબી ડાર્લિંગ ‘પેજ 3’, ‘ચલતે ચલતે’ અને ‘ક્યા કૂલ હૈ હમ’ જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે. તેણી ‘કસૌટી જિંદગી કી’, ‘આહટ’, ‘યે હૈ આશિકી’, ‘સસુરાલ સિમર કા’ અને ‘કૃષ્ણકોલી’ સહિત અનેક ટેલિવિઝન શોમાં પણ જોવા મળી છે.