ફિલ્મ નિર્માતા બોની કપૂરે તેની અપકમિંગ ફિલ્મ ‘મિલી’થી જાહ્નવી કપૂરનો પહેલો લુક પ્રકાશિત કર્યો છે. મહત્વનું છે કે, પ્રથમવાર પિતા-પુત્રીની જોડીએ ફિલ્મ ‘મિલી’માં સાથે કામ કર્યું છે. મથુકુટ્ટી ઝેવિયર દ્વારા સંચાલિત ફિલ્મ ‘મિલી’ બોની દ્વારા બેંકરોલ કરવામાં આવે છે.
ફિલ્મ મિલીના પોસ્ટરમાં જાહ્નવી કપૂરને 24 વર્ષની નર્સિંગના સ્નાતકના રૂપમાં રૂબરુ કરાઇ છે. મિલીના પ્રથમ પોસ્ટરમાં જાહ્નવી કપૂર ચમકદાર સ્માઇલ સાથે ખુબ જ ખુશમિજાજ સ્વભાવ ધરવતી હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મનું પોસ્ટર શેર કરી બોની કપૂરે લખ્યુ્ં છે કે, માત્ર એક જ કલાકમાં કિસ્મત પૂરી રીતે બદલાઇ જશે. મિલી
જાહ્નવી કપૂરે આ પોસ્ટર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યું છે. જેને પગલે જાહ્નવી કપૂરના રૂમર્ડ બોયફ્રેન્ડ અક્ષત રંજને કોમેન્ટ કરી છે. અક્ષત રંજને આ પોસ્ટર જોઇને કોમેન્ટમાં હાર્ટ ઇમોજી આપ્યું છે. તો શનાયા કપૂરે પણ તેની બહેનની ફિલ્મનું પોસ્ટર જોઇને હાર્ટ ઇમોજીની કોમેન્ટ કરી છે.
ફિલ્મ મિલી વિશે વાત કરીએ તો મિલી એક સર્વાઇવલ થ્રિલર ફિલ્મ છે. જેમાં એક્ટર મનોજ બાડજપયી અને સની કૌશલ પણ મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. ‘મિલી’ મલયાલમ ફિલ્મ ‘હેલેન’ની હિન્દી રીમેક છે. મલયાલમ ફિલ્મ હેલેનમાં અદ્ભૂત એક્ટિંગ કરનાર અભિનેત્રી અન્નાબેનનું કેરલ રાજ્ય ફિલ્મ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે અભિનેત્રી અન્નાબેન ‘મિલી’ને લઇ ખુબ જ ઉત્સાહિત છે.
આ પણ વાંચો: અભિનેત્રી રકુલ પ્રીતે હિન્દી ફિલ્મોની નિષ્ફળતા અંગે જણાવી ‘અંદર’ની વાત
હેલેનની અભિનેત્રી અન્નાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મેં સેટ પર લોકોને ફિલ્મ વિશે અદ્ભૂત વાતો કરતો સાંભળ્યાં છે. મને એ વાતનો અહેસાસ છે કે, જાહ્નવી કપૂર ફિલ્મમાં શાનદાર કલાકારી કરતા જોવા મળશે. ત્યારે તેમને ફિલ્મમાં જોવા માટે ઇંતજાર કરી શકતી નથી. જાહ્વવી કપૂર છેલ્લે આનંદ એલ રાયની ફિલ્મ ‘ગુડ લક જેરી’માં જોવા મળી હતી.