રોમાન્સના કિંગ અને બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન તેની પાર્ટીઓના કારણે પણ ચર્ચામાં રહે છે. કારણ કે તેની પાર્ટીઓ ખુબ શાનદાર અને ભવ્ય હોય છે. જેમાં કોઇ શક નથી. અભિનેતા અને તેની પત્ની ગૌરી ખાન અવાર નવાર તેની ધરે પાર્ટીનું આજોજન કરતા હોય છે. જેમાં બોલિવૂડ ઇંડસ્ટ્રીના તેના ફ્રેન્ડ્સ અને કો-સ્ટાર્સને ઇન્વાઇટ કરતા હોય છે.
તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં રિતેશ દેશમુખે શાહરૂખ ખાનના ઘરે થતી પાર્ટીમાં તેને સૌથી વધુ શું ગમે છે? તેમજ તેને તેમણે શાહરૂખ ખાનની ખુબ જ પ્રશંસા પણ કરી હતી. ખરેખર તો રિતેશ દેશમુખ અને શાહરૂખ ખાન સારા મિત્રો છે. ત્યારે unifiltered by samdishને ઇન્ટરવ્યૂ આપતાં સમયે રિતેશ દેશમુખે મન્નનતની પાર્ટીઝ અંગે ખુલાસો કર્યો છે.
રિતેશ દેશમુખે જણાવ્યું હતું કે, જ્યારે પણ મન્નતમાં કોઇ ગેટ ટુ ગેધર થાય છે ત્યારે ખાવાનું રાત્રે 3 વાગ્યા આસપાસ લાગે છે. પરંતુ પાર્ટીની સારી બાબત ત્યાનો હોસ્ટ છે. ગમે ત્યારે તમે પાર્ટીમાંથી જાઉ તે સમયે શાહરૂખ ખુદ કારનો દરવાજો ખોલે છે અને તમને બાય કહે છે. શાહરૂખ ખાનની આ આદતની ઇંડસ્ટ્રીના ફ્રેન્ડ્સ તો વખાણ કરે છે. પરંતુ તેની પત્નિએ તેની આ આદતને લઇ નારાજગી વ્યક્ત કરી હતી.
ગૌરી ખાને કોફી વિથ કરણ શોમાં નારાજગી વ્યક્ત કરી હતી કે, ‘હંમેશા શાહરૂખ મહેમાનોને તેની કાર સુધી છોડવા માટે જાય છે. ક્યારેક તો એવું લાગે છે કે તેઓ પાર્ટીઓ કરતા બહાર વધુ સમય પસાર કરે છે. અંદર લોકો પૂછતાં હોય છે કે, શાહરૂખ ક્યાં છે? શાહરૂખ કોઇને બહાર ડ્રોપ કરવા જાઇ છે તો તેઓ લગભગ અડધો કલાક સુધી તેમની સાથે વાતો કરે છે’.
તમને જણાવી દઇએ કે, 2023માં શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે. જાન્યુઆરીમાં યશરાજ ફિલ્મસની ‘પઠાણ’ તેમજ જૂન માસમાં અટલીની પ્રથમ હિંદી ફિલ્મ ‘જવાન’ તથા ‘ડંકી’ રિલીઝ થશે.