scorecardresearch

અભિનેતા વિક્રમ ગોખલેની પુત્રીએ કહ્યું…નિધનની વાત બિલકુલ ખોટી, હાલત હજુ નાજુક

Vikram gokhale: વિક્રમ ગોખલે (vikaram gokhale) લિવરની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે.સાથે જ તેના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.

અભિનેતા વિક્રમ ગોખલેની પુત્રીએ કહ્યું…નિધનની વાત બિલકુલ ખોટી, હાલત હજુ નાજુક
અભિનેતા વિક્રમ ગોખલેની તસવીર

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. વિક્રમ ગોખલે છેલ્લા 16 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે.ત્યારે ગઈકાલે રાત્રે વિક્રમ ગોખલેના નિધનના સમાચાર ફેલાઈ ગયા હતા.આ સમાચારને લઇ તેમની પુત્રી સામે આવી છે. તેને જણાવ્યું છે કે, હાલમાં તેમની હાલત નાજુક છે.

વિક્રમ ગોખલે લિવરની ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે.સાથે જ તેના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે.જ્યારથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે ત્યારથી તબીબો તેની તબિયતમાં સુધાર લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે.

અભિનેતા વિક્રમ ગોખલેએ હિન્દી સિનેમામાં તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1971માં અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ‘પરવાના’થી કરી હતી.વિક્રમ ગોખલે સંજય લીલા ભણસાલીની ‘હમ દિલ દે ચૂકે સનમ’ (1999)માં ઐશ્વર્યા રાય બચ્ચનના પિતાની ભૂમિકા ભજવી હતી. આ સાથે ‘ભૂલ ભુલૈયા’, ‘દિલ સે’, ‘દે દના દન’,’હિચકી’,’નિકમ્મા’ અને ‘મિશન મંગલ’ જેવી બોલિવૂડની હિટ ફિલ્મોમાં તેમના શાનદાર અભિનય માટે પ્રખ્યાત છે.

આ પણ વાંચો: અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં મુખ્ય પાત્ર ભજવવાને લઇ પંકજ ત્રિપાઠીએ કહ્યું…’મારા માટે સૌભાગ્યની વાત’

‘મિશન મંગલ’માં શાનદાર અભિનય કર્યો

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’માં વિક્રમ ગોખલેનું ખૂબ જ મહત્વપૂર્ણ પાત્ર હતું. જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતા. વિક્રમ ગોખલેના કરિયર અંગે વાત કરીએ તો તેમણે મરાઠી, હિન્દી ફિલ્મોની સાથે સાથે ઘણા ટીવી શોમાં પણ કામ કર્યું છે. 1989 અને 1991ની વચ્ચે તેણે પ્રખ્યાત શો ‘ઉડાન’ માં મજબૂત ભૂમિકા ભજવી.આ સિવાય તે દ્રધનુષ,ક્ષિતિજ યે નહીં, સંજીવની, જીવન સાથી, સિંહાસન, મેરા નામ કરેગી રોશન,શિવ મહાપુરાણમાં જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં મરાઠી ફિલ્મ ‘પરમિશન’ માટે અભિનેતાને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરાયો હતો.

Web Title: Bollywood actor vikram gokhale health latest news

Best of Express