Miss World Yukta Mukhi : મિસ વર્લ્ડ જીવી રહી છે ગુમનામ જિંદગી, પતિની મારપીટ અને છૂટાછેડાની પીડા સહન કરી, જાણો ફિલ્મ એક્ટિંગથી દૂર શું કરી રહી આ બોલીવુડ અભિનેત્રી

Yukta Mukhi Miss World Film Marriage Life : ભૂતપૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખી હાલ ફિલ્મ-એક્ટિંગથી દૂર ગુમનામ જિંદગી જીવી રહી છે. ફિલ્મ કરિયર અને લગ્નજીવનમાં સફળતા ન મળી. હાલ સિલ્વર સ્ક્રીનથી દૂર આ કામ કરવા મજબૂર છે બોલીવુડ અભિનેત્રી

Yukta Mukhi Miss World Film Marriage Life : ભૂતપૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખી હાલ ફિલ્મ-એક્ટિંગથી દૂર ગુમનામ જિંદગી જીવી રહી છે. ફિલ્મ કરિયર અને લગ્નજીવનમાં સફળતા ન મળી. હાલ સિલ્વર સ્ક્રીનથી દૂર આ કામ કરવા મજબૂર છે બોલીવુડ અભિનેત્રી

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Yukta Mukhi Happy Birthday | Yukta Mukhi Miss World | Yukta Mukhi | Yukta Mukhi life | Yukta Mukhi film

બોલીવુડ અભિનેત્રી યુક્તા મુખી વર્ષ 1999માં મિસ વર્લ્ડ બની હતી.(ફોટો-એક્સપ્રેસ આર્કાઇવ)

Miss World Yukta Mukhi Film Career: બોલિવૂડમાં ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ છે જેઓ ફિલ્મોમાં કામ કરવા છતાં આજે ગુમનામ જીવન જીવી રહ્યા છે. આવી અભિનેત્રીઓમાં એક છે પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખી, જેણે લગ્ન પછી પોતાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર કરી લીધી અને હાલ ગુમનામ જીવન જીવવા માટે મજબૂર છે. યુક્તા મુખીએ લગ્ન માટે ફિલ્મ કરિયર છોડી દીધી, તેમ છતાં પતિ સાથે સંબંધો બની શક્યા નહીં. લગ્નજીવન દરમિયાન પતિની મારપીટ- ત્રાસ સહન રહ્યા અને આખરે છૂટાછેડા સુધીની પીડા સહન કરી. ચાલો જાણીયે પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખી વિશે વિગતવાર

Advertisment

યુક્તા મુખી વર્ષ 1999માં મિસ વર્લ્ડ બની (yukta-mukhi (miss-world)

હકીકતમાં તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી અને પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીએ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. 46 વર્ષીય યુક્તા મુખીનો જન્મ 7 ઓક્ટોબર, 1979ના રોજ બેંગલુરુમાં થયો હતો. તે સિંધી પરિવારમાં આવે છે અને તેનો ઉછેર દુબઈમાં થયો હતો. તે 1986માં દુબઈથી મુંબઈ પરત આવી હતી. તે 1999માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતીને ચર્ચામાં આવી હતી અને તે જ વર્ષે અભિનેત્રીએ મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો હતો. મિસ વર્લ્ડ બન્યા બાદ વર્ષ 2002માં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી પરંતુ લાંબા સમય સુધી ઇન્ડસ્ટ્રીમાં રહી શકી નહીં અને લગ્ન કર્યા બાદ એક્ટિંગથી દૂર થઇ ગઇ.

યુક્તા મુખીની ફિલ્મ કરિયર (yukta-mukhi film career)

યુક્તા મુખીની માતા સાંતાક્રુઝમાં ગ્રુમિંગ સલૂન ચલાવતી હતી અને તેના પિતા ગારમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હતા. તો મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી, યુક્તાની માટે બોલિવૂડ ફિલ્મોના દરવાજા ખુલી ગયા હતા. તેણે 2002માં રિલીઝ થયેલી ફિલ્મ 'પ્યાસા'થી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેની સાથે અભિનેતા આફતાબ શિવદાસાની હતા. જો કે, તે વધુ સમય સુધી ફિલ્મોમાં એક્ટિવ રહી શકી નહીં. તેનું કારણ તેની ઊંચાઈ હોવાનું માનવામાં આવે છે. યુક્તા મુખીની હાઇટ 6.1 ફૂટ જેટલી છે, જેના કારણે જ તે તેની ફિલ્મ કરિયરમાં ખૂબ ઊંચાઈ સુધી પહોંચી શકી નહી. ફિલ્મોમાં કામ ન મળવાને કારણે યુક્તા બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝથી દૂર થઇ ગઇ.

યુક્તા મુખીએ 2008માં એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા (miss-world yukta-mukhi marriage life and divorce)

Advertisment

સિલ્વરસ્ક્રીનથી દૂર રહીને યુક્તા મુખીએ વર્ષ 2008માં ન્યૂયોર્કના બેસ્ટ બિઝનેસમેન પ્રિન્સ તુલી સાથે લગ્ન કર્યા, પરંતુ તેમનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને 5 વર્ષ પછી 2013થી એવા સમાચાર આવવા લાગ્યા, જે સાંભળીને કોઇને વિશ્વાસ થયો નહીં. અભિનેત્રીએ તેના પતિ પ્રિન્સ વિરુદ્ધ પોલીસ એફઆઈઆર નોંધાવી હતી. જેમાં તેણે દહેજ ઉત્પીડન અને અકુદરતી સેક્સ જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા.

આ વાતનો ખુલાસો કરતા અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો પતિ તેને જાનવરોની જેમ મારતો હતો. તેનો પરિવાર ઈચ્છતો ન હતો કે અભિનેત્રી ફિલ્મોમાં કામ કરે. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે બંનેએ જૂન 2014માં પરસ્પર સહમતિથી છૂટાછેડા લીધા હતા. યુક્તાને એક પુત્ર પણ છે, જેની કસ્ટડી તેની પાસે છે.

આ પણ વાંચો |સલમાન ખાનએ મિસ્ટ્રી ગર્લ સાથે તસવીર શેર કરી, ફેન્સમાં અટકળો તેજ, ભાઈpev લગ્ન કન્ફર્મ?

યુક્તા દિલ્હીમાં રેસ્ટોરન્ટ ચલાવે છે

ફિલ્મોમાં કામ કર્યા પછી પણ યુક્તા આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર ગુમનામી જીવન જીવી રહી છે અને. જો આપણે વાત કરીએ કે તે સ્ક્રીનથી દૂર અને તેના પતિથી છૂટાછેડા પછી શું કરી રહી છે, તો હાલ એવા રિપોર્ટ્સ છે કે, યુક્તા મુખી હાલ ફિલ્મોથી દૂર દિલ્હીમાં પોતાની રેસ્ટોરન્ટ ચલાવી રહી છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ