બોલિવૂડના લોકપ્રિય અભિનેતા આમિર ખાનને લઇ સમાચાર સામે આવ્યાં છે. આમિર ખાને દિલ્હીમાં એક કાર્યક્રમ અંતર્ગત થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ”લાલ સિંહ ચઢ્ઢાની’ નિષ્ફળતા અંગે વાત કરી હતી. હકીકતમાં આમિર ખાન ફિલ્મ ”લાલ સિંહ ચઢ્ઢા’ ખરાબ રીતે નિષ્ફળ ગયાના લાંબા સમય બાદ દિલ્હીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ દરમિયાન અભિનેતા એક અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં આમિર ખાને તેની ભવિષ્યની યોજના વિશે ખુલાસો કર્યો હતો. જે અંતર્ગત તેને જણાવ્યું હતું કે, હાલ તે થોડા સમય માટે ફિલ્મોથી બ્રેક લઇ રહ્યો છે.
આ સાથે આમિર ખાને જણાવ્યું હતું કે, તે ફિલ્મી કરિયરના 35 વર્ષમાં પહેલીવાર બ્રેક લેશે. આ ઉપરાંત અભિનેતાએ તેની ફિલ્મ ‘પિયન’ને લઇ પણ મોટો ખુલાસો કર્યો છે. આમિર ખાનના અપકમિંગ પ્રોજક્ટ અંગે વાત કરીએ તો તે ફિલ્મ ‘ચૈંપિયન’માં મહત્વની ભૂમિકા નિભાવશે. પરુંતુ તે આ ફિલ્મમાં પ્રોડ્યૂસરના રૂપમાં રોલ અદા કરશે.
આમિરે વધુમાં કહ્યું કે તે 35 વર્ષમાં પહેલીવાર અભિનેતા તરીકે બ્રેક લેશે. આ કાર્યક્રમ દરમિયાન તેણે પોતાની ફિલ્મ ‘પિયાન’ વિશે પણ મોટું અપડેટ આપ્યું છે. આમિર ખાનની આગામી ફિલ્મ ચેમ્પિયન હશે પરંતુ તે આ ફિલ્મમાં નિર્માતા તરીકે પોતાની ભૂમિકા ભજવશે. તે આ ફિલ્મ માટે અભિનેતાની શોધ કરશે.
આ પણ વાંચો: કોરોનાના બે વર્ષ પછી 80ના દાયકાના સ્ટાર્સની જેકી શ્રોફના ઘરે ધૂમ, જુઓ તસવીરો
ઉલ્લેખનીય છે કે, આમિર ખાન છેલ્લે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં નજર આવ્યો હતો. આમિર ખાન સાથે આ ફિલ્મમાં કરીના કપૂર પણ હતી. ત્યારે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, આમિર ખાને 4 વર્ષે ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ભૂમિકા નિભાવી કમબેક કર્યું હતું.