સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની જોડી બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીઓ પૈકી એક છે. જોકે કપલે હજુ સુધી તેમના રિલેશન વિશે ખુલ્લીને વાત કરી નથી. પરંતુ તેમની પ્રેમની ખબર જગજાહેર થઇ ગઇ છે. બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટોપ એક્ટર્સમાંથી છે. ત્યારે આ ફેમસ કપલને લઇ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. આ કપલના મેરેજ સંબંધિત સમાચાર સામે આવ્યાં છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના પ્રેમ સંબંધની અટકળો તો લાંબા સમયથી ચાલી રહી છે. એવામાં કપલના પ્રશંસકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે તેઓ ક્યારે લગ્ન કરશે. ત્યારે સોશિયલ મીડિયા પર કપલના મેરેજ વિશે સમાચાર સામે આવ્યાં હતા કે વર્ષ 2023ના એપ્રિલ માસમાં લગ્ન કરશે. જેને લઇને સિદ્ધાર્થ મલ્હોત્રાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
તાજેતરમાં, ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં સિદ્ધાર્થને પૂછવામાં આવ્યું હતું કે, તેને આવી અફવાઓથી કોઈ સમસ્યા નથી થતી? જે અંગે અભિનેતાએ કહ્યું હતું કે ના, મને કોઈ ફર્ક પડતો નથી. જો હું આજથી દસ વર્ષ પછી જોઉં તો એમાં એવું કંઈ નથી જે મને વિચલિત કરશે. સિદ્ધાર્થે વધુમાં કહ્યું હતું કે, જ્યારે પણ મારા લગ્ન થશે તો તેને સીક્રેટ રાખવું મારા માટે મુશકેલ છે. એ વાત બહાર આવી જ જશે.
આ પણ વાંચો: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી કરશે આ મહિનામાં લગ્ન, મુંબઇમાં આપશે ભવ્ય રિસેપ્શન
અભિનેતાએ આ અંગે પૈપરાઝી દ્વરા પરેશાન કરવાને લઇ કહ્યું હતું કે, તમે મારું નામ લો, મને પોઝ માટે કહો. આ ઠીક છે. પરંતુ મારી સમજ બહાર એ છે કે, જ્યારે કોઇ જાસૂસ બની જાઇ. આ સિવાય જે રિએક્શન લોકો અને મીડિયા દ્વારા આવ છે તે વર્ષોથી ચાલતા આવે છે. આપણે બધા તેનાથી હવે ટેવાઇ ગયા છે. પરંતુ હું ખૂબ જ ખાનગી વ્યક્તિ છું. જોકે મારે કંઈ છુપાવવાની જરૂર નથી, હું લગ્ન કરીશ ત્યારે બધાને ખબર પડશે.
સિદ્ધાર્થ અને કિયારાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમયમાં અજય દેવગન સાથે ફિલ્મ ‘થેંક ગોડ’માં જોવા મળશે. બીજી તરફ, કિયારા અડવાણી હાલમાં કાર્તિક આર્યન સાથે ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ના શૂટિંગમાં વ્યસ્ત છે.