કોરોનાના કારણે આ વર્ષે લોકોમાં દિવાળીને લઇ અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે બોલિવૂડમાં પણ દિવાળીને લઇ ખુબ ધૂમ હતી. જ્યારે આલિયા ભટ્ટે જણાવ્યું હતું કે આ વખતે તે બેડ પર આરામ કરતા કરતા જ દીવાળી સેલિબ્રેટ કરશે. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર તેની જૂની તસવીર શેર કરી દિવાળીના પર્વની પ્રશંસકોને શુભકામના પાઠવી હતી.
અભિનેત્રીએ આ વર્ષે દિવાળીની એક પણ તસવીર શેર કરી નથી, પરંતુ તેની માં સોની રાજદાને તેની બંને પુત્રીઓ સાથેની તસવીર શેર કરી છે. જેમાં આલિયા પિંક કલરના કુર્તામાં જોવા મળી રહી છે.
જ્યારે કરીના કપૂર અને સૈફ અલી ખાને સોહા-કુણાલ ખેમુ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જેની સોહા અલી ખાને તસવીર શેર કરી છે. જેમાં તે કુણાલ, ભાઈ સૈફ અને ભાભી કરીના કપૂર ખાન સાથે જોવા મળી રહી છે.
સોહાએ એકસાથે હોય તેવી એક તસવીર શેર કરી છે. જેમાં કરીના કપૂર બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સૈફે પણ કરીનાના મેચિંગ કલરનો કુર્તો પહેર્યો છે. જ્યારે સોહા યેલો કુર્તામાં અને કુણાલ રેકેટ જેકેટમાં જોવા મળે છે.
સોહાએ આ તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે,
“પ્રેમ પ્રકાશ અને હાસ્ય તમને અને તમારા પ્રિયજનોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચાહકોએ આ તસવીર પર ઘણો પ્રેમ અને કોમેન્ટ્સ વરસાવી હતી.
આ સિવાય બિપાશા બાસુએ પણ દિવાળી સેલિબ્રેટ કરી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર દિવાળીની ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે જાંબલી રંગના શરારામાં જોવા મળી રહી છે.