scorecardresearch

260 કરોડના પ્રાઇવેટ જેટની માલિકીની અફવા પર અક્ષય કુમાર બગડ્યો, કહ્યું ‘અમુક લોકો હજુ પણ મોટા થયા નથી’

સોશિયલ મીડિયા પર એક સમાચાર તીવ્ર ગતિએ વાયરલ થઇ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, અક્ષય કુમાર પાસે 260 કરોડનું પ્રાઇવેટ જેટ છે. જેને લઇને સોશિયલ મીડિયા પર સવાલોનો વિસ્ફોટ થયો છે. આ સાથે લોકો અલગ અલગ અંદાજ પણ લગાવી રહ્યા છે. જે અંગે હવે અક્ષય કુમાર કુલ મૂડમાંથી એન્ગ્રી યંગ મેન બની ગયો છે.

260 કરોડના પ્રાઇવેટ જેટની માલિકીની અફવા પર અક્ષય કુમાર બગડ્યો, કહ્યું ‘અમુક લોકો હજુ પણ મોટા થયા નથી’
Akshay Kumar Photo

તાજેતરમાં અક્ષય કુમાર ખુબ ચર્ચામાં છે. ખાસ કરીને તેની આગામી ફિલ્મ ‘રામસેતુ’ને લઇ તેઓ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમાર વિશે ઘણી એવી વાતો વાયરલ થતી હોય છે, જેના પર તેઓ ભાગ્યેજ કોઇ વાર પ્રતિક્રિયા આપવાનું પસંદ કરે છે. ત્યારે આ વખતે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

અક્ષય કુમાર એન્ગ્રી યંગ મેનના અવતારમાં

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર તીવ્ર ગતિએ વાયરલ થઇ રહ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, અક્ષય કુમાર પાસે 260 કરોડનું પ્રાઇવેટ જેટ છે. જેને લઇને સોશિયલ મીડિયા પર સવાલોનો વિસ્ફોટ થયો છે. આ સાથે લોકો અલગ અલગ અંદાજ પણ લગાવી રહ્યા છે. જે અંગે હવે અક્ષય કુમાર કુલ મૂડમાંથી એન્ગ્રી યંગ મેન બની ગયો છે. અક્ષય કુમારે તમામ અફવાઓને પૂર્ણવિરામ લગાવતા હવે સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે.

અક્ષય કુમારનું ટ્વિટ

અભિનેતા અક્ષય કુમારે ટ્વિટ કરી લખ્યું હતું કે, લાયર લાયર….પૈંટ ઓન ફાયર. બાળપણમાં જે સાંભળ્યું હતું તે બરાબર હતુ. ખરેખર અમુક લોકો હજુ પણ મોટા થયા જ નથી. હું એવા લોકોને છોડવાના મૂડમાં બિલકુલ નથી. જો કોઇ મારા વિશે નિરાધાર લખશે તો હું તેણે જરૂરથી જવાબ આપીશ. આ તમારા માટે એક પેંટ ઓન ફાયર રત્ન સમાન છે.

ખેલાડી કુમારના ટ્વિટ પર લોકોની પ્રતિક્રિયા

અક્ષય કુમારના આ મુંહતોડ જવાબ બાદ સોશિયલ મીડિયા પર તહેલકો મચી ગયો છે. અક્ષય કુમારના આ ટ્વિટને લઇ લોકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કાવેશ નામના યૂઝરે કહ્યું કે, અક્કી સર આજે રાઉડી મૂડમાં લાગે છે. તો અન્ય એક યૂઝરે કોમેન્ટ કરી હતી કે, અરે સર આવી રીતે કોણ એક્સપોઝ કરે. લાંબા સમય બાદ તમારો આક્રમક મૂડ જોઇને સારુ લાગી રહ્યુ છે. જ્યારે રવિ નામના એક યૂઝરે લખ્યું હતુ કે, આ ટ્વિટ જોઇને ખુબ સારું લાગી રહ્યુ છે, આજકાલ એવી નિરાધાર અફવાઓ સામે આવતી રહેતી હોય છે. ખરેખર તો આ પ્રકારની બાબત ખુબ સામાન્ય થઇ ગઇ છે. જોકે તમે ઠીક જવાબ આપ્યો છે.

અક્ષય કુમારની આગામી દિવાળી પર રિલીઝ

અક્ષય કુમારના વર્કફ્રન્ડ અંગે વાત કરીએ તો અભિનેતા તેની આગામી ફિલ્મ ‘રામસેતુ’માં મહત્વની ભૂમિકામાં નજર આવશે. ‘રામસેતુ’ દિવાળીના ખાસ તહેવાર પર ધમાલ મચાવશે. ફિલ્મ ‘રામસેતુ’માં અક્ષય કુમાર સાથે અભિનેતા જેક્લીન ફર્નાન્ડીસ તેમજ નુસરત ભરૂચા પણ નજર આવશે. અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ ‘કઠપુતલી’માં નજર આવ્યો હતો. જેમાં તેની સાથે અભિનેત્રી રકુલ પ્રીત ફીમેલ લીડ રોલમાં નજર આવી હતી.

Web Title: Bollywood celebrity akshay kumar private jet rumour tweet reaction

Best of Express