બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તેના ક્વિઝ શો ‘કોન બનેગા કરોડપતિ’ને (kbc 14) લઇ ખુબ ચર્ચામાં છે. આ રિયાલિટી શો ખુબ જ લોકપ્રિય છે. તાજેતરમાં એક એવી વાત પ્રકાશમાં આવી છે જેને સાંભળી શોના ફેન્સ વધુ દિવાના થઇ જશે.
સપ્તાહના શુક્રવારના એપિસાડમાં રજત શર્માના જીત બાદ કન્ટેસ્ટન્ટ શાંભવી બંડલ હોટસીટ પર બિરાજમાન થઇ હતી. તેઓ મુંબઇના થાણેના રહેવાસી છે અને MNC કંપનીમાં કોન્ટેંટ સ્પેશિયલિસ્ટ છે. શાંભવીએ મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં તેમના કામ વિશે પણ જણાવ્યું હતું. જેને લઇને બિગ બીએ મજાકના અંદાજમાં પ્રશ્ન કર્યો હતો કે, શું વાયરસ ચુનકર લોકો પર હુમલો કરે છે? જે અંગે શાંભલીએ કહ્યું હતુ કે, સર હું એટલું કહેવા માંગુ છું કે વાયરસ જેવું કંઇ હોતું નથી.
જ્યારે તમે બહારથી ધરે પરત ફરો છો ત્યારે સેનિટાઇઝ કરવું જરૂરી છે. તમે પ્રતિદિન હજારો લોકોના સંપર્કમાં આવો છો. જો ઓડિયંસમાં બેઠેલા વ્યકિતમાંથી કોઇ ઇન્ફેકટેડ છે તો તમે પણ ચેપગ્રસ્ત થઇ શકો છો.
શાંભલીની વાત સાંભળી અમિતાભ બચ્ચને કહ્યું હતુ કે, ‘હું તમને એક વાત કહીશ. હું ખુદને ભાગ્યશાળી માનીશ જો ઓડિયન્સના કારણે હું બીમાર પડીશ. મેં એ વાતનો ક્યારેય અફસોસ કર્યો નથી કે મારા દર્શકોના કારણે હું બીમાર કે સંક્રમિત થયો. મને તેમને મળાવનો અવસર મળે છે. મને તેમની સાથે હાથ મિલાવવામાં કોઇ વાંધો નથી. આ બધું મારા માટે મહત્વપૂર્ણ છે’.
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનને કોન બનેગા કરોડપિતના શૂંટિંગ વખતે બે વાર કોરોના થઇ ગયો હતો. જેના કારણે તેઓ ઘણો સમય અભિષેક બચ્ચન સાથે નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યાં હતાં. મહત્વનું છે કે, અમિતાભ બચ્ચન માટે તેમના પ્રશંસકો કેટલું મહત્વસ ધરાવે છે તે તેમની આ વાત પરથી ખ્યાલ આવે છે.