scorecardresearch

આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નનું શુભ મૂહુર્ત, આ દિવસે સ્ટાર જોડી લેશે સાત ફેરા

Athiya shetty-KL Rahul wedding date: આથિયા અને કેએલ રાહુલના (Athiya Shetty kl rahul) મેરેજનું શુભ મૂહુર્ત નીકળી ગયું છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આથિયા અને કેએલ રાહુલના લગ્નની તારીખ (Athiya shetty KL Rahul wedding date) નક્કી કરી લેવાય છે.

આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્નનું શુભ મૂહુર્ત, આ દિવસે સ્ટાર જોડી લેશે સાત ફેરા
સુનિલ શેટ્ટીના ઘરે વાગ્શે શરણાઇયો

બોલિવૂડ અને ક્રિકેટના કોમ્બિનેશનથી બનેલા અન્ય એક કપલ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્ન (Athiya shetty KR rahul marriage date) ફરી ચર્ચામાં છે. છેલ્લા કેટલાય સમયથી આ કપલના લગ્ન સંબંધિત ચર્ચાઓ થઇ રહી છે કે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે. આ વચ્ચે હવે તેમના લગ્નને લઇ મોટા સમાચાર મળ્યા છે. આથિયા અને કેએલ રાહુલના મેરેજનું શુભ મૂહુર્ત નીકળી ગયું છે.

આ તારીખે જોડી લેશે સપ્તપદીના વચન

મીડિયા રિપોર્ટસ અનુસાર આથિયા અને કેએલ રાહુલના લગ્નની તારીખ નક્કી કરી લેવાય છે. પિંકવિલાના એક રિપોર્ટમાં આ અંગે એવો દાવો કરવામાં આવ્યો છે કે, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 21થી 23 જાન્યુઆરીમાં સપ્તપદીના વચન લેશે. એવામાં લગ્નમાં થોડા દિવસો જ બાકી હોવાથી તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે.

સુનિલ શેટ્ટીના ધરે પહેલો પ્રસંગ

મળતી માહિતી અનુસાર લગ્નની તમામ વિધિઓ સુનીલ શેટ્ટીના ખંડાલાવાલા બંગ્લામાં કરવામાં આવશે.મહત્વનું છે કે, સુનિલ શેટ્ટીના ઘરે આ પહેલો પ્રસંગ છે. જેના કારણે આ લગ્ન ખુબ જ ભવ્ય અને શાનદાર રીતે કરવામાં આવશે.

View this post on Instagram

A post shared by Athiya Shetty (@athiyashetty)

આથિયા-રાહુલની તસવીરો વાયરલ

તાજેતરમાં જ આથિયા શેટ્ટીએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ તકે રાહુલે આથિયાના સુંદર ફોટા શેર કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આથિયા શેટ્ટી પણ સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડ કેએલ રાહુલ માટે ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરતા અચકાતી નથી. બંનેના એકસાથે લકઝરી વેકેશન ટૂરની તસવીરોએ સોશિયલ મીડિયા પર ખુબ ધમાલ મચાવી છે.

આ પણ વાંચો: મલાઇકા અરોરા અને નોરા ફતેહી વચ્ચે ‘મૂવિંગ ઇન વિથ મલાઇકા શો’માં તકરાર, નોરા ફતેહી અધવચ્ચે શો છોડી જતી રહી

આથિયા અને રાહુલની પહેલી મુલાકાત

આથિયા અને કેએલ રાહુલની પ્રેમ ગાથા અંગે વાત કરીએ તો મીડિયા રિપોર્ટસ અનુસાર, આથિયા અને કેએલ રાહુલની પહેલીવાર એક કોમન ફ્રેન્ડ હસ્તક મુલાકાત થઇ હતી. જોકે ત્યારે બંનેએ એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની વાતની મીડિયાને ભનક પણ લાગવા દીધી ન હતી. જ્યારે સોશિયલ મીડિયા પર એક બીજાને બર્થડેની શુભેચ્છા કરવા લાગ્યા ત્યારે કપલ વચ્ચે રિલેનશીપ હોવાનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર 4 આર્ટિસ્ટ લૂક શેર કરી મચાવી ધૂમ, ચાહકોને પૂછ્યો આવો પ્રશ્ન

કેએલ રાહુલે જાહેરાત કરી

વર્ષ 2021માં જ્યારે કેએલ રાહુલ ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ માટે રવાના થયો તો આથિયા પણ તેમની સાથે ગઇ હતી. જોકે આ વાતને લઇ બંનેએ કોઇ નિવેદન આપ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ આથિયા અને રાહુલની તસવીરોએ ચર્ચાનો વિષય બનાવી દીધો હતો. મહત્વનું છે કે, કેએલ રાહુલે વર્ષ 2021માં આથિયા સાથેના સંબંધ પર સત્તાવાર મુહર લગાવી હતી. હાલ રાહુલ ટી20 વલર્ડ કપમાં વ્યસ્ત છે. ભારતની આગલી મેચ 6 નવેમ્બરના રોજ ઝિમબાબ્વે સામે મેલબર્નમાં રમાશે.

Web Title: Bollywood celebrity athiya shetty and indian cricketer kl rahul wedding date

Best of Express