scorecardresearch

સુનિલ શેટ્ટીના ઘરે લગ્નની શરણાઇ વાગશે, આ દિવસે આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્ન

Athiya shetty-KL Rahul wedding date: અથિયા શેટ્ટીના (Athiya shetty) પિતા સુનીલ શેટ્ટીએ (Sunil shetty) દીકરીના લગ્નની જાહેરાત કરી છે. સુનિલ શેટ્ટીના ઘરે ટુંક સમયમાં લગ્નની શરણાઇ વાગશે.

સુનિલ શેટ્ટીના ઘરે લગ્નની શરણાઇ વાગશે, આ દિવસે આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્ન
ક્રિકેટર કેઆર રાહુલની સત્તાવાર જાહેરાત

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનિલ શેટ્ટીએ મોટી જાહેરાત કરી છે. અથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીએ દીકરીના લગ્નની જાહેરાત કરી છે. સુનિલ શેટ્ટીના ઘરે ટુંક સમયમાં લગ્નની શરણાઇ વાગશે. આ સાથે બોલિવૂડ અને ક્રિકેટના કોમ્બિનેશનથી બનેલા અન્ય એક કપલ અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલના લગ્ન (Athiya shetty-KR rahul marriage date) ફરી ચર્ચામાં છે.

સુનીલ શેટ્ટીએ કહ્યું કે આ દિવસોમાં તે પોતાની આગામી ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ ‘ધારાવી બેંક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેતાએ આ શ્રેણીની લોન્ચિંગ ઇવેન્ટમાં હાજરી આપી હતી. જ્યાં તેને અથિયાના લગ્ન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

કપલે આપ્યા હોટ પોઝ

પિંકવિલાની ઇવેન્ટમાં, સુનીલ શેટ્ટીએ પુત્રીના લગ્ન પર જવાબ આપ્યો, “ટૂંક સમયમાં…” આથિયા અને કેએલએ મીડિયા સામે પણ હોટ પોઝ આપ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ બી-ટાઉનનું આ કપલ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં પાછીપાની કરતું નથી. આ સિવાય સુનીલ શેટ્ટી ભાવિ જમાઈ રાહુલની ક્રિકેટ મેચો પણ જોવા જાય છે.

આ પહેલીવાર નથી

આ પહેલીવાર નથી જ્યારે સુનીલે આથિયા અને કેએલ રાહુલના લગ્ન વિશે વાત કરી હોય. આ વર્ષની શરૂઆતમાં, જ્યારે તેને તેની પુત્રીના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે સુનીલે કહ્યું હતું કે, “મને લાગે છે કે જેમ જેમ બાળકો નક્કી કરશે તે જ થશે. અત્યારે રાહુલ પાસે ઘણું કામ છે, એશિયા કપ છે, વર્લ્ડ કપ છે, ત્યાં સાઉથ છે. આફ્રિકા ટુર છે, ઓસ્ટ્રેલિયા ટુર છે. જ્યારે બાળકોને બ્રેક મળશે, ત્યારે લગ્ન થશે. લગ્ન એક જ દિવસમાં ન થઈ શકે, ખરું?”

આથિયા-રાહુલની તસવીરો વાયરલ

તાજેતરમાં જ આથિયા શેટ્ટીએ પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ તકે રાહુલે આથિયાના સુંદર ફોટા શેર કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આથિયા શેટ્ટી પણ સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડ કેએલ રાહુલ માટે ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરતા અચકાતી નથી. બંનેના એકસાથે લકઝરી વેકેશન ટૂરની તસવીરોએ સોશિયલ મીડિયા પર ખુબ ધમાલ મચાવી છે.

આથિયા અને રાહુલની પહેલી મુલાકાત

આથિયા અને કેએલ રાહુલની પ્રેમ ગાથા અંગે વાત કરીએ તો મીડિયા રિપોર્ટસ અનુસાર, આથિયા અને કેએલ રાહુલની પહેલીવાર એક કોમન ફ્રેન્ડ હસ્તક મુલાકાત થઇ હતી. જોકે ત્યારે બંનેએ એક બીજાને ડેટ કરી રહ્યા હોવાની વાતની મીડિયાને ભનક પણ લાગવા દીધી ન હતી. જ્યારે સોશિયલ મીડિયા પર એક બીજાને બર્થડેની શુભેચ્છા કરવા લાગ્યા ત્યારે કપલ વચ્ચે રિલેનશીપ હોવાનો ખુલાસો થયો હતો.

View this post on Instagram

A post shared by Athiya Shetty (@athiyashetty)

કેએલ રાહુલે જાહેરાત કરી

વર્ષ 2021માં જ્યારે કેએલ રાહુલ ઇંગ્લેન્ડ ટેસ્ટ સીરીઝ માટે રવાના થયો તો આથિયા પણ તેમની સાથે ગઇ હતી. જોકે આ વાતને લઇ બંનેએ કોઇ નિવેદન આપ્યું નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ આથિયા અને રાહુલની તસવીરોએ ચર્ચાનો વિષય બનાવી દીધો હતો. મહત્વનું છે કે, કેએલ રાહુલે વર્ષ 2021માં આથિયા સાથેના સંબંધ પર સત્તાવાર મુહર લગાવી હતી. હાલ રાહુલ ટી20 વલર્ડ કપમાં વ્યસ્ત છે. ભારતની આગલી મેચ 6 નવેમ્બરના રોજ ઝિમબાબ્વે સામે મેલબર્નમાં રમાશે.

બોલિવૂડની આ અભિનેત્રીઓ પણ ક્રિકેટરના પ્રેમમાં

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ ક્રિકેટર પાછળ ઘેલી થઇ છે. જેમાં અનુષ્કા શર્માનું પહેલા ક્રમાંકે નામ આવે. ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કાએ શર્માએ મીડિયાને ભનક પણ ના લાગવા દીધી અને લગ્ન કરી લીધા હતા. બાદમાં કપલે મુંબઇમાં ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. આજે કપલ પુત્રી વામિકાના માતા-પિતા છે. અનુષ્કા શર્મા વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા બાદ ખુબ ચર્ચામાં છે.

આ પણ વાંચો: સલીમ ખાને હેલેન સાથેના તેના બીજા લગ્નને ગણાવ્યો અકસ્માત, પહેલી પત્ની સલમા ખાન ડિપ્રેશનનો શિકાર

ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બાદ હવે સુંદરતાનું દ્રષ્ટાંત અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત પણ ચર્ચામાં છે. ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત પણ ખુબ ચર્ચામાં છે. જોકે આ અંગે કોઇ સત્તાવાર માહિતી નથી.

Web Title: Bollywood celebrity athiya shetty and indian cricketer kl rahul wedding date

Best of Express