બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા વૈભવ રેખી સાથે ખુશહાલ લગ્નજીવન માણી રહી છે. આ દિયા મિર્ઝાના બીજા લગ્ન છે. આ પહેલાં અભિનેત્રીએ સાહિલ સાથે લાંબો સમય રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કર્યા હતા. આજે આપણે દિયા મિર્ઝા અને સાહિલ સાંધા વચ્ચે એક મુલાકાતે કેવી રીતે તેનું જીવનન બદલી નાંખ્યું હતું તે વિશે જાણીશું.
સાહિલ અને દિયાની પ્રેમ કહાણી ફિલ્મી અને ખુબ જ દિલચસ્પ છે. લગ્નનના બંધનમાં બંધાઇ તે પહેલાં બંનેએ ઘણો ટાઇમ એકબીજા સાથે વીતાવ્યો છે. લાંબો સમય એકબીજાને ડેટ કર્યા હતા. મીડિયા રિપોર્ટસ પ્રમાણે, દિયા અને સાહિલની વર્ષ 2009માં મુલાકાત થઇ હતી. એવી વાત ચર્ચામાં છે કે, દિયા ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળવા માટે ગઇ હતી. જ્યાં તેની સાહિલ સાથે પ્રથમવાર મુલાકાત થઇ હતી. ત્યાર બાદ બંને એકબીજાના સંપર્કમાં આવ્યાં હતા અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા.
લગભગ પાંચ વર્ષ સુધી રિલેશનમાં રહ્યા બાદ સાહિલે દિયાને પ્રપોઝ કર્યું હતું. એક્ટ્રેસે તુરંત આ પ્રપોઝલનો સ્વીકાર કરી લીધો હતો. ત્યારબાદ બંનેએ વર્ષ 2014માં લગ્ન કરી લીધાં હતા.
સ્વભાવિક છે કે, શરૂમાં શરૂમાં લગ્ન જીવન ખુશહાલ હોય છે. એ જ રીતે અભિેનેત્રી દિયા મિર્ઝા અને સાહિલનું દાપંત્ય જીવન પણ સુખમય હતું. પરંતુ આ ચાર દિનની ચાંદની જેવું હતું. કારણ કે લગ્નના અમુક વર્ષ બાદ બંને વચ્ચે અંત્તર આવી ગયું હતું. જે દિનપ્રતિદિન વધતુ જતુ હતું. જેને પગલે લગ્નના પાંચ વર્ષ બાદ બંનેએ એકબીજાની સહમતિ સાથે અલગ થવાનો નિર્ણય લીધો હતો. દિયા મિર્ઝાએ તેના ડિવોર્સ વિશે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, 11 વર્ષના રિલેશન બાદ બંનેએ રાજીખુશીથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: વૈશાલી ઠક્કરની સુસાઇડ નોટ મળી, એક્ટ્રેસને આત્મહત્યા કરવા મજબૂર કરનાર ‘રાહુલ’ કોણે છે?
આ સાથે અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેઓ હંમેશા સારા મિત્ર રહેશે. ઉલ્લેખનીય છે કે એ સમયે મીડિયા રિપોર્ટે દાવો કર્યો હતો કે, દિયા મિર્ઝા અને સાહિલના ડિવોર્સનું કારણ કનિકા ઢિલ્લન હતી. કારણ કે ત્યારે જ કનિકા ઢિલ્લનના ડિવોર્સ થયા હતા. જે બાદ કનિકાનું નામ સાહિલ સાથે જોડવામાં આવ્યું હતું. જોકે દિયાએ વાતને નકારી કાઢી હતી.