બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિની આજે તેનો 74મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. હેમા માલિનો જન્મ 16 ઓક્ટોબર 1948ના તમિલનાડુના અમ્માકુંડીમાં થયો હતો. હેમા માલિનીને લોકો એમજ ડ્રીમ ગર્લથી નથી ઓળખતા. આજે ઉમ્રના આ પડાવમાં પણ તેમની સુંદરતા અને ચહેરા પરની ચમકના લોકો દીવાના છે. હેમા માલિનીની એક ઝલક જોવા માટે લોકો આતુર રહેતા હોય છે.
હેમા માલિની સફળ અભિનેત્રીની સાથે સકસેફુલ પોલિટિશયન પણ છે. હેમા માલિનીની ફિલ્મી કરિયર અંગે વાત કરીએ તો તેમણે વર્ષ 1968માં ફિલ્મ ‘સપનોના સોદાગર’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં હેમા માલિની સાથે ફેમસ અભિનેતા રાજકુમાર હતા. એ સમયે રાજ કપૂરે ભવિષ્યવાણી કરી હતી કે, હેમા માલિની સફળ અને મોટી અભિનેત્રી બનશે. હેમા માલિનીએ ઘણી ફિલ્મોમાં ખાસ ભૂમિકા અદા કરી છે. જે તેમની પ્રતિભાને દર્શાવે છે.
વર્ષ 1977માં પ્રમોદ ચક્રવર્તીના નિર્દેશન હેઠળ બનેલી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’માં અભિનય કર્યો હતો. ત્યારબાદ હેમા માલિનીને બોલિવૂડની ‘ડ્રીમ ગર્લ’ તરીકે ઓળખ મળી હતી. ડ્રીમ ગર્લ હેમા માલિનીએ ઘણા એવોર્ડ પોતાના નામે કર્યાં છે. જેમાં ફિલ્મફેયર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અને ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક સ્નમાન ‘પદ્મ શ્રી’ એવોર્ડનો સમાવેશ થાય છે.
હેમા માલિનીના 74મા બર્થડે પર તેની ફિલ્મી સફરની યાદગાર ક્ષણો જેને અભિનેત્રીને રાતો રાત સ્ટાર બનાવી દીધી હતી તેના પર એક નજર કરીએ.
ડાયલોગ 1: ‘ચલ ધન્નો, આજ તેરી બસંતીકી ઇજ્જત કા સવાલ હૈ’, આ ફેમસ ડાયલોગ તેની સદાબહાર બ્લોકબસ્ટર ફિલ્મ શોલેનો છે. જેમાં અમિતાભ બચ્ચન. ધર્મેન્દ્ર, અમજદ ખાન તેમજ જયા બચ્ચનની સાથે હેમા માલિનીએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
ડાયલોગ 2: દેખો મુજે બેફજૂલ બાત કરને કી આદત તો હૈ નહીં, આ ફેમસ ડાયલોગ પણ ફિલ્મ શોલેનો છે.
ડાયલોગ 3: મદિરાની દુકાનમાં ગંગાજળ કો ભી લોગ શરાબ હી સમજ લેતે હૈ. આ ફેમસ ડાયલોગ 1977માં બનેલી ફિલ્મ ધૂપ છાંવો છે. આ ફિલ્મમાં સંજીવ કપૂર, યોગિતા બાલી તેમજ ઓમ શિવપુરીએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.
ડાયલોગ 4: ‘મુજે જીતને કી બહુત બુરી આદત હૈ’. આ ફેમસ ડાયલોગ વર્ષ 1990માં બનેલી રોમાંટિક ફિલ્મ ‘જમાઇ રાજા’નો છે. આ ફિલ્મમાં હેમા માલિનીએ અનિલ કપૂર અને માધુરી દિક્ષિત સાથે મહત્વપૂર્ણ રોલ અદા કર્યો હતો.
હેમા માલિનીને લોકો બસંતી, સીતા-ગીતા તેમજ ડ્રીમ ગર્લના રોલમાં તેમના અભિયયને લઇ ઓળખે છે. હેમા માલિનીએ ઘણી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ‘રજિયા સુલ્તાન’, ‘નસીબ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.